મૃદુહદય નો મેળાવડો ૧૯૮૦ થી અવિરતપણે ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૨૬૭ મી બેઠક યોજાય - At This Time

મૃદુહદય નો મેળાવડો ૧૯૮૦ થી અવિરતપણે ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૨૬૭ મી બેઠક યોજાય


મૃદુહદય નો મેળાવડો ૧૯૮૦ થી અવિરતપણે ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૨૬૭ મી બેઠક યોજાય

ભાવનગર ૧૯૮૦ થી અવિરતપણે ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૨૬૭ મી બેઠક તારીખ. ૨૭-૧૨-૨૦૨૩ ને બુધવારના રોજ સાંજે ૬ થી ૮ દરમિયાન વર્ષ ૨૦૨૩ ની બુધસભા સમાપન કાર્યક્રમ સ્વરૂપે યોજવામાં આવી હતી. પ્રતિષ્ઠિત કવિ શ્રી વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને અને ભાવનગરના અમેરીકા સ્થિત સર્જક શ્રી વિશ્વદીપભાઈ બારડના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલ સમારોહના પ્રારંભમાં શ્રી લાલજીભાઈ બાંભણિયાએ શ્લોક ગાન રૂપે સરસ્વતી વંદના રજૂ કરી હતી.તેમજ ઉપસ્થિત અતિથિઓ તેમજ સાહિત્ય પ્રેમીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત ખેસ, ચિત્ર, શિશુવિહારના સાહિત્ય દ્વારા કરવામાં આવ્યું. આગળના દોરમાં ડૉ.માનસી ત્રિવેદીએ વર્ષ ૨૦૨૩ ની બુધસભાની સમગ્ર વર્ષની કાવ્ય ગોષ્ઠિ, કાવ્ય શિબિર તેમજ બુધસભાની અન્ય પ્રવૃત્તિનો આબેહૂબ અહેવાલ રજૂ કર્યો. શિશુવિહારના સંચાલક માનનીય શ્રી નાનકભાઈ ભટ્ટ દ્વારા બુધસભાના પ્રારંભ વિશે, ગત વર્ષની તેમજ આગામી વર્ષની બુધસભાની પ્રવૃત્તિઓ વિશે રસપ્રદ વાત કરી.ત્યારબાદ વર્ષ ૨૦૨૩ ના બુધસભાના સંચાલકોનું અભિવાદન મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સ્મૃતિભેટ તેમજ શિશુવિહાર સાહિત્ય દ્વારા કરવામાં આવ્યું હતું.દરમિયાન સંચાલક કવિઓએ કાવ્ય પ્રસ્તુતિ પણ કરી હતી. એ પછીના ઉપક્રમમાં આગામી વર્ષ ૨૦૨૪ ના સંચાલકોનું મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.સમારોહના અંતે અતિથિ વિશેષ શ્રી વિશ્વદીપભાઈ બારડ દ્વારા ભાવસભર ઉદ્બોધન કરવામાં આવ્યું, જેમાં તેમણે - હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા - વિશે, માતૃભાષાના લગાવ વિશે મનોભાવો વ્યક્ત કર્યા.તથા પોતાના કાવ્યોની શાનદાર પ્રસ્તુતિ પણ કરી. ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી કવિ શ્રી વિનોદ જોશીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.તેમણે સર્જકો માટે ઉપયોગી એવી મહત્ત્વની બાબતો તરફ નિર્દેશ કરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું, બુધસભાના ગૌરવનો પણ ઉલ્લેખ કર્યો હતો.આમ, અનેક સર્જકો અને સાહિત્યપ્રેમીઓની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.