ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ
ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ
----------
ગીર-સોમનાથ,તા.૯: ગીર-સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા શ્રી સરસ્વતી કોલેજ ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ - ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા ઘરેલુ હિંસા અધિનીયમ -૨૦૦૫ની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પેનલ એડવોકેટશ્રી દ્વારા કાનૂની સેવાઓની માહિતી આપવામાં આવી હતી.
તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટરની , સાયબર ક્રાઇમને લગતી માહિતી ,મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ, પી.બી.એસ.સી.ની માહિતી,૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇનની માહિતી પુરી પાડવામાં આવી હતી.અને મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાં પેમ્પ્લેટ,પ્રિન્ટિંગ બેગ,બેટી બચાઓ બેટી પઢાવો યોજના અંતર્ગત ૨૦૨૪ના કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ શિબિરમાં શ્રી સરસ્વતી કોલેજના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ જોશી ,દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી આર.એમ.જીંજાળા,તાલુકા મફત કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટશ્રી રવિભાઈ સોલંકી સહિતના કર્મચારીઓ કોલેજના વિભિન્ન શાખાનીવિદ્યાર્થિનીઓ,ઉપસ્થિત રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.