રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યક્રમ યોજાશે.
રાજકોટ શહેર તા.૧૧/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યક્રમ યોજાશે. “રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૧૨/૭/૨૦૨૪ને શુક્રવારના રોજ સમય સવારે ૯ કલાકે વોર્ડનં.૧૪, શ્રી કસ્તુરબા હાઈસ્કુલ ૯/૧૦ માસ્તર સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યકમ યોજાશે. આ કાર્યક્રમ પ્રમુખ IMA ડૉ.ભરતભાઈ કાકડીયા (ઈ.એન.ટી. સ્પેશ્યાલિસ્ટ)ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા વગેરે ઉપસ્થિત રહેશે. “રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોના નિઃશુલ્ક સ્ક્રીનીંગ, હિમોગ્લોબીન, Td 10 અને Td 16 રસીકરણ જેવી ચકાસણી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ ૩૬૪ આંગણવાડી કેન્દ્ર, ૫૪૭ સરકારી/પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ, ૩૧૩ સરકારી/પ્રાઇવેટ માધ્યમિક શાળાઓના બાળકો માટે તબક્કાવાર આ કાર્યક્રમ યોજવામાં આવશે. ચાલુ માસમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૨-૭-૨૦૨૪ ના રોજ શ્રી કસ્તુરબા હાઈસ્કુલ, તા.૧૮-૭-૨૦૨૪ ના રોજ માતૃશ્રી અમઠીબા હાઇસ્કુલ, તા.૨૨-૭-૨૦૨૪ ના રોજ શાળાનં.૯૩ શ્રી વિનોવા ભાવે પ્રાથમિક શાળા, તા.૨૬-૭-૨૦૨૪ ના રોજ શાળાનં.૬૭, શ્રી પંડિત નહેરુ પ્રાથમિક શાળા અને તા.૩૧-૭-૨૦૨૪ ના રોજ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ શાળા ખાતે “શાળા બાળ આરોગ્ય ચકાસણી” કાર્યકમ યોજવામાં આવશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.