મોટા ખુંટવડા ગામમાં પસાર થતા આસપાસના રોડ રસ્તાઓથી લોકો પરેશાન
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં પસાર થતા આસપાસના રોડ રસ્તાઓથી લોકો પરેશાન મોટા ખુંટવડા ગામ એ વસ્તી ધરાવતું મહુવા તાલુકાના બીજા નંબર નું ગામ છે મોટા ખુંટવડા ખાતે પોલીસ સ્ટેશન, સામુહિક આરોગ્ય કેન્દ્ર હોમ ગાર્ડ યુનિટ,શાળાઓ, હાઈસ્કૂલ, બેંકો તેમજ પોસ્ટ ઓફિસ જેવી વિગેરે સરકારી કામકાજ માટે તથા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લોકો આવતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ મોટા ખુંટવડા ગામના માલણ નદીના પુલના દ્રશ્યો છે આ પુલ નું કામ બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું પણ તંત્રની નબળી કામગીરી ને કારણે પુલમાં ભયંકર ખાડાઓ પડી ગયા છે જેના કારણે રાહદારીઓ હેરાનપરેશાન છે આ પુલ પરથી બે દિવસ પહેલા ઓટો રિક્ષા સિમેન્ટના પતરા ભરીને પસાર થતી હતી તે સમયે પુલ પર પલટી મારી ગઇ હતી જેના કારણે તેમાં ભરેલા અંદાજે દસ હજારના પતરા ખેડુતના ભાંગીને ભુક્કો થઈ ગયા હતા આપ પુલ પર જોઈ રહ્યા છો કે ત્રણથી ચાર ફુટના લોખંડના સળીયા બહાર નીકળી ગયા છે જેના કારણે રાહદારીઓ ભયભીત થઈ જાય છે જો તંત્ર વહેલી તકે આ પુલ ને પહેલેથી નવેસરથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને પુલ નું કામ કાજ વહેલી તકે શરૂ નહીં કરે તો ના છુટકે મકાન માર્ગ જીલ્લા પંચાયત ભાવનગર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે
રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.