15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય - At This Time

15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય


15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કામોને કારણે, ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોને અમદાવાદથી ગાંધીનગર કેપિટલ સ્ટેશન તરફ આગમન/પ્રસ્થાન માટે ડાયવર્ટ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેનોના નિયમન અને જાળવણી તથા ટ્રેનોની સમયની પાબંદતાને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસને 15.05.2024 થી કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જે ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે તેની વિગતો નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ - વેરાવળ સુપરફાસ્ટ તેના વર્તમાન નિર્ધારિત સમય 21.55 કલાકને બદલે 21.45 કલાકે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વેરાવળ સ્ટેશને 6.00 કલાકને બદલે 5.45 કલાકે પહોંચશે.
2. ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ હવે તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે 10.35 વાગ્યે ને બદલે માત્ર 5 મિનિટ વહેલી એટલે કે સવારે 10.30 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે, ત્યાર બાદ આ ટ્રેનના સમયમાં અન્ય સ્ટેશનોં પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3. વેરાવળથી ટ્રેન નંબર 22958ના પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આ ટ્રેન તેના ગંતવ્ય ગાંધીનગર કેપિટલ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમય 05.55 કલાકને બદલે 05.40 કલાકે પહોંચશે.
4. ટ્રેન નં. 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ (5 મિનિટ વહેલા પ્રસ્થાન) અને રાજકોટ (10 મિનિટ વહેલા પ્રસ્થાન) સ્ટેશનો પર નાના ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
5. ટ્રેન નં. 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં, માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનોના ઉપડવાનો સમય 10 મિનિટ વહેલા કરવામાં આવ્યો છે, તે સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
6. ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસના સમયમાં માત્ર ભક્તિનગર (15 મિનિટ વહેલા પ્રસ્થાન) અને રાજકોટ (7 મિનિટ પછી પ્રસ્થાન) સ્ટેશનો પર નજીવા ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.