ઓછા દરે શ્રમિકોને મળશે રૂ.૧૦ લાખ અને ૫ લાખના અકસ્માત વિમાનો લાભ - At This Time

ઓછા દરે શ્રમિકોને મળશે રૂ.૧૦ લાખ અને ૫ લાખના અકસ્માત વિમાનો લાભ


*ઓછા દરે શ્રમિકોને મળશે રૂ.૧૦ લાખ અને ૫ લાખના અકસ્માત વિમાનો લાભ*
*********
*અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા શ્રમિકોએ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો*
*******
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો ખેડા જિલ્લાના નડિયાદથી પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ ખેડા જિલ્લાની પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરાઈ છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વીમાનો લાભ પહોચાડવાનો છે.
શ્રમિકો અલગ અલગ સ્થાન પર જીવના જોખમે કામ કરતાં હોય છે.તેઓને એક સુરક્ષા કવચ પૂરું પાડવા અને સરકારના ધ્યેય “ INSURANCE FOR ALL “ ને સાર્થક કરવા માટે IPPB “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના “ શરૂ કરાઇ છે. આ વીમો રૂ. ૧૦ લાખ અને ૫ લાખ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા હેઠળ ખુબજ ઓછા પ્રીમિયમમા એટલે કે રૂ.૪૯૯/- અને રૂ./-૨૮૯ ક્રમશઃ શ્રમિક વર્ગને દુર્ઘટના થી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પીટલમાં દાખલ ખર્ચ અને વીમા ધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણના લાભ સુધી વિવિધ સવલતો પૂરી પાડવામા આવે છે. આ અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા જિલ્લાનાં લોકોને તાત્કાલિક નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો. એમ પોસ્ટ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.