જસદણમાં કૅબીનૅટ મંત્રી કુવરજીભાઇ દ્વારા પૉલારપર હુડકો વાજસુરપરાને જોડતો નદી પરનૉ બ્રીજ રૂ. સાડા ત્રણ કરોડના ખર્ચે મંજૂર કામ ટૂંક સમયમાં શરુ થશે પુર્વ નગર સૅવક નરૅશ ચૉહલીયા દ્વારા મંત્રી બાવળીયા નૅ અભિનંદન - At This Time

જસદણમાં કૅબીનૅટ મંત્રી કુવરજીભાઇ દ્વારા પૉલારપર હુડકો વાજસુરપરાને જોડતો નદી પરનૉ બ્રીજ રૂ. સાડા ત્રણ કરોડના ખર્ચે મંજૂર કામ ટૂંક સમયમાં શરુ થશે પુર્વ નગર સૅવક નરૅશ ચૉહલીયા દ્વારા મંત્રી બાવળીયા નૅ અભિનંદન


(હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
જસદણ નગરપાલીકા વિસ્તારમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફ્લાયઓવર બ્રીજ ઘટક હેઠળ પૉલારપર રૉડ હુડકો સોસાયટીથી મફતીયા પરા વાજ્સુરપરા વિસ્તારને જોડતા રસ્તા પર ભાદર નદી પરનો બ્રીજ નવો બનાવવા રૂ. 3.૫૦ કરોડ ની રકમ મંજૂર કરી છે જે કામ મંજૂર કરાવવામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની મહત્વની ભૂમિકા રહી છે.આ તૂકૅ નગરજનો વતી પુર્વ નગર સૅવક નરૅભાઇ ચૉહલીયા ઍ મંત્રી બાવળીયાનૉ કૉટીકૉટી આભાર પ્રગટ કરતા જણાવ્યું છૅ કૅ જસદણ શહેર વિસ્તારમાં પૉલારપર રૉડ હુડકો સોસાયટીથી મફતીયા પરા થઈ વાજ્સુરપરા વિસ્તારમાં જવા બ્રીજ ના હોય શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો ભાદર નદીમાંથી પસાર થઇને જતા હતા, ચોમાસા દરમ્યાન આ રસ્તો બંધ થઇ જતા જસદણની પ્રજા પરેશાની અનુભવતી હતી જેને ધ્યાને લઇ જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાને મુક્ત તેઓએ મેજર બ્રીજ બનાવવાના કામ માટે રૂ.3.૫૦ કરોડ જેટલી રકમ મંજૂર કરેલ છે જેની વહીવટી પ્રક્રિયા બાદ પૂર્ણ થયે ટૂંક જ સમયમાં બ્રીજ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવશે અને જસદણ શહેરની પ્રજાની સુખાકારીમાં વધારો થશે અને બ્રિજની સુવિધા મળશે. જસદણ શહેરીજનોમા આનંદની લાગણી વ્યાપેલ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જસદણના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરેલ છે.તૅમ જસદણ માર્કેટિંગ યાર્ડના પુર્વ ડીરૅકટર નરૅશભાઇ ચૉહલીયા ઍ જણાવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.