હિંમતનગર બજાર મા આવેલ દુકાન માથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ. - At This Time

હિંમતનગર બજાર મા આવેલ દુકાન માથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.


હિંમતનગર બજાર મા આવેલ દુકાન માથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ પોલીસ મહા નિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ ચોરી ના ગુન્હા શોધી ચોર ઇસમો ને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે જી ઓડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી ” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ . તા .૦૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન મા એ પાર્ટ ૧૧૨૦૯૦૫૬૨૨૦૭૧૧/૨૦૨૨ આઇ પી સી કલમ -૩૮૧ મુજબ ના કામે ફરીયાદી વિજયકુમાર ગજાનંદ ત્રિવેદી રહે.દેસાઇવાડા વડનગરી ચક્કીની પાછળ હિંમતનગર જિ.સાબરકાંઠા ની દુકાને થી અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો તેમની દુકાને કામ કરતો ઇસમ વદનસિંહ જીવસિંહ ચૌહાણ રહે . રામપુર ( ગાંભોઇ ) તા.હિંમતનગર જિ.સાબરકાંઠા નો ચોરી કરી લઇ ગયેલ હોય જેથી અ.હેડ.કોન્સ હેમેંદ્રસિંહ તેજસિંહ નાઓએ સીસી ટીવી ફુટેજ મેળવી જેમા દુકાને કામ કરતો ઇસમ ચોરી કરેલ લઇ જતો જણાતા તે ઇસમ બજાર મા ફરતો હોઇ ડી સ્ટાફ ના માણસૉ બજાર વિસ્તાર મા વોચ ગોઠવી તે આવતા તેને પકડી તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો ચોરી કરેલા ની કબુલાત કરેલ અને ચોરી કરેલ અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો તેની પાસેથી મળેલ જેથી સદરી ઇસમ ના વિરુધ્ધ મા કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે તા . ૦૪ / ૦૯ / ૨૦૨૨

આબીદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.