જસદણ પાલિકાનો ઢોર પકડવાનો ડબ્બો શું આકર્ષણ ના કેન્દ્ર માટે જ રાખ્યો છે?
સરકાર દ્વારા જસદણ નગરપાલિકાને હજારોના ખર્ચે ઢોર પકડવાનો ડબ્બો ફાળવવામાં આવ્યો છે પણ આ ડબ્બો જાણે આકર્ષણનું કેન્દ્ર હોય તેવી રીતે પાલિકાના મેદાનમાંજ પડેલો જોવા મળે છે જસદણ શહેરમાં શેરીએ રસ્તા પર અનેકવાર આવા પશુઓનો ત્રાસ જોવા મળે છે અથવા તો અવારનવાર આખલાઓ ના યુદ્ધના કારણે નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે પરંતુ જાણે તંત્ર જાણવા છતા અજાણ થતું હોય તેવું નજરે પડી રહ્યું છે જસદણ પાલીકાએ ઘણા સમય પહેલા આ ઢોર પકડવાની જુંબેશ ચલાવી હતી આ જૂંબેશ વધારે ટકી ના હતી જેનું કારણ બતાવતા ટાર્ગેટ પૂરો થઈ ગયો હોય તેવું જણાવવામાં આવ્યું હતું હાલ આ ડબ્બાનો સદુપયોગ થાય અને રજડતા પશુઓને ડબ્બામાં પૂરવાની કામગીરી શરૂ થાય તેવી શહેરીજનોની માંગ ઉઠી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.