નેપાળી યુવકો બાખડયા : એકને છરી ઝીંકી દીધી
કાલાવડ રોડ પર, તાલુકા પોલીસ મથક સામે આજે સવારે નેપાળી યુવકો બાખડયા હતા. જેમાં એકને છરી ઝીંકી દેવાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હતો.
બનાવની વિગત મુજબ, ગૌરવ શેરબહાદુર સાઉત (ઉં. વ.20)ને આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડવમાં આવ્યો હતો. તેની સાથેના તેમના મિત્રો અને સાથી કર્મચારીઓએ જણાવ્યા મુજબ, ગૌતમ બે મહિનાથી રાજકોટ તાલુકા પોલીસ મથક સામે કાલાવડ રોડ પર આવેલી કસ્તુરી ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરે છે. ત્યાં રેસ્ટોરાં પાછળ આવેલી ઓરડીમાં રહે છે.
સવારે 8 વાગ્યે ગૌતમ સૂતો હતો ત્યારે રાહુલ નેપાળી, સિધ્ધુ નેપાળી અને અન્ય અજાણ્યા સહિત 8 શખ્સ આવેલા. તેમણે ગૌતમ સાથે ઝઘડો કર્યો અને માર માર્યો. દરમિયાન છરી કાઢી ગૌતમને ખંભામાં અને હાથમાં છરીના ઘા ઝીંકી દેતા ઇજા થઇ હતી. શખ્સો ભાગી છૂટ્યા હતા. જુના મનદુ:ખમાં બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.