મેંદરડા પોલીસની સી ટીમ દ્વારા દાદા દાદી દોસ્ત અભિયાન અંતર્ગત સીનીયર સીટીઝન એકલા રહેતા વૃદ્ધોને નાસ્તાકીટ આપી રજીસ્ટ્રેશન કરી માહિતગાર કરવામાં આવેલ - At This Time

મેંદરડા પોલીસની સી ટીમ દ્વારા દાદા દાદી દોસ્ત અભિયાન અંતર્ગત સીનીયર સીટીઝન એકલા રહેતા વૃદ્ધોને નાસ્તાકીટ આપી રજીસ્ટ્રેશન કરી માહિતગાર કરવામાં આવેલ


મેંદરડા પોલીસની સી ટીમ દ્વારા નિરાધાર, નિ:સહાય, શારિરીક અક્ષમ વૃદ્ધોને નાસ્તા કીટ આપી ઓનલાઇન પોર્ટલ રજીસ્ટ્રેશન કરી વૃદ્ધોને તમામ મદદ કરવા હર હમેશા પોલીસ તેમના દોસ્ત બની મદદ કરવા તૈયાર રહેશે
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક નિલેશ ઝાંઝડીયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ નશીલા પદાર્થો થી દૂર રહેવા અને સાયબર ક્રાઇમ સંબંધે લોક જાગૃતિ અભિયાન દરેક તાલુકા સ્થળે યોજવામાં આવેલ જે કાર્યક્રમ અંતર્ગત સી-ટીમ દ્વારા અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ છે અંતર્ગત મેંદરડા પોલીસ સ્ટેશનમાં પણ સીટીમ કાર્યરત હોય અને જુનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયા ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં નિરાધાર,ની:સહાય,શારીરિક અક્ષમ એવા દાદા દાદીની રૂબરૂ મુલાકાત લઇ નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવેલ તેમજ નિરાધાર દાદા દાદીને તેમની સુરક્ષા અંગે પોલીસ તરફથી મળતી તમામ મદદ વિશે સમજણ આપવામાં આવેલ તેઓને ભવિષ્યમાં દવાખાના ની જરૂરિયાત જણાઈ તો પણ પોલીસનો સંપર્ક કરવા અંગેની સમજણ અને માહિતી આપવામાં આવેલ
મેંદરડા પી.એસ.આઇ કે એમ મોરી ની આગેવાની હેઠળ મેંદરડા પોલીસ સી-ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ વયો વૃદ્ધ દાદા દાદી ની રૂબરૂ મુલાકાત લઇ દાદા દાદી નો દોસ્ત અભિયાન અંતર્ગત એકલા રહેતા સિનિયર સિટીઝન નું ઓનલાઇન પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ કરવામાં આવેલ અને તમામ માહિતી આપવામાં આવેલ

રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.