ન્યુ કોલેજવાડીમાં સરકારી વકીલ મહેશજોષી પર ખૂની હુમલો - At This Time

ન્યુ કોલેજવાડીમાં સરકારી વકીલ મહેશજોષી પર ખૂની હુમલો


ન્યુ કોલેજવાડી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં દબાણ કરતા શખ્સ સામે અવાજ ઉઠાવતા સરકારી વકીલ મહેશભાઇ જોષી પર વિધર્મી શખ્સે કરેલા હીચકારા હુમલાના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ન્યુ કોલેજવાડી શેરી નંબર 1માં રહેતા એપીપી મહેશભાઇ સોમનાથભાઇ જોષી નામના 55 વર્ષના વિપ્ર પ્રૌઢ પર તેમના પાડોશમાં રહેતા ઇંડાના ધંધાર્થી અનિશ જુણેજા નામના શખ્સે હુમલો કરતા ઘવાયેલા મહેશભાઇ જોષીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ન્યુ કોલેજવાડી શેરી નંબર 2-3માં આવેલા પાંચ નંબરના ખૂણા પાસે કોપોરેશનનો પ્લોટ આવ્યો છે.તેમાં ઇંડાના ધંધાર્થી અનિશ જુણેજા દબાણ કરતો હોવાથી તેના વિરુધ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. આથી ઉશ્કેરાયેલા અનિશ જુણેજાએ સરકારી વકીલ મહેશભાઇ જોષી સાથે ઝઘડો કર્યો હતો. આથી તેઓએ પ્ર,.નગર પોલીસમાં અનિશ જુણેજા વિરુધ્ધ રજુઆત કરી પોતાના પર ગમે ત્યારે હુમલો થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. આમ છતાં પોલીસ કે કોર્પોરેશન તંત્ર દ્વારા અનિશ જુણેજા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા વકીલોમાં ઘેરો રોષ જોવા મળી રહ્યો છે.

સવારે અનિશ જુણેજા કોર્પોરેશનના પ્લોટમાં દબાણ કરતો હોવાથી તેને સરકારી વકીલ મહેશભાઇ જોષીએ અટકાવવા પ્રયાસ કરતા તેમની સાથે ઝઘડો કરી અનિશ જુણેજાએ એપીપી મહેશભાઇ જોષીને માર મારી ધકાકો મારતા તેઓ કોર્પોરેશનના પ્લોટમાં બાંધેલી કાટાની ફેન્સીગમાં પડતા તેમના માથામાં ગંભીર ઇજા થઇ હતી.

સરકારી વકીલ મહેશભાઇ જોષી પર હુમલો થયાની અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાની જાણ ધારાશાસ્ત્રીઓને થતા મોટી સંખ્યામાં એડવોકેટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હુમલાના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી રોષ વ્યક્ત કયો હતો. હુમલાખોર અનિશ જુણેજા સામે કડક કાર્યવાહી થાય તે માટે પોલીસમાં માગ કરી હતી. હુમલાના બનાવના પગલે પ્ર.નગર પી.આઇ. વસાવા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને મહેશભાઇ જોષીની ફરિયાદ પરથી અનિશ જુણેજા સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.