હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે પ્રાચીન ઐતિહાસિક ગણાતા પ્રસિદ્ધ ઝાંઝરી માતાજી મંદિર ખાતે
હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે પ્રાચીન ઐતિહાસિક ગણાતા પ્રસિદ્ધ ઝાંઝરી માતાજી મંદિર ખાતે શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ સમિતિ તથા મહંતશ્રી યોગીરાજ મહારાજ તેમજ શ્રદ્ધાળુ દાતાશ્રીઓ અને ધર્મપ્રેમી શિષ્યવૃંદના સંયુક્ત ઉપક્રમે શનિવારના રોજ શ્રીરામ પરાયણ જ્ઞાનયજ્ઞ કથાનો આરંભ કરવામાં આવ્યો હતો. કથાના મુખ્ય યજમાન મનહરકુંવરબા લાલસિંહજી રહેવર પરિવારના નિવાસ્થાનેથી ઝાંઝરી માતાજી મંદિર કથા મંડપ સુધી વિશાળ પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શ્રદ્ધાળુ જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. અગ્રણી બ્રિજેશકુમાર પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, ભરતસિંહ રહેવર, મહેન્દ્રસિંહ રહેવર, ધનરાજસિંહ રહેવરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પર કથાના મુખ્ય વક્તા મહામંડલેશ્વર શ્રી અવધ કિશોરદાસજી બાપુએ કથાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુ ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. કથાના આયોજક મંદિરના મહંતશ્રી યોગીરાજ મહારાજ આ પ્રસંગે જણાવેલ કે એક સપ્તાહ ચાલનાર આ કથાની આગામી ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ને રવિવારના રોજ પૂર્ણાહુતિ થશે. કથા દરમિયાન શ્રીરામ જન્મોત્સવ, શ્રીરામ વિવાહ તેમજ રામ રાજ્યભિષેકના પ્રસંગોની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ રામકથામાં ગુજરાતભર માંથી આમંત્રિત સાધુ-સંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.
અશોક. નાયી
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.