કલાપીનગર લાઠી શહેર માં મોરારીબાપુ ની રામકથા ની ભવ્ય પોથીયાત્રા મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી અનેકો મહાનુભવો ની ઉપસ્થતી માં રામકથા નો રંગારંગ પ્રારંભ
કલાપીનગર લાઠી શહેર માં મોરારીબાપુ ની રામકથા ની ભવ્ય પોથી યાત્રા મોરારીબાપુ એ ઇ રીક્ષા માં કરી નગર ચર્યા
સ્વામી ચિદાનંદ સરસ્વતીજી જાણીતા મોટિવેશન સ્પીકર નેહલબેન કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા નું રામકથા માં મનનીય વક્તવ્ય
રામકથા દરમ્યાન પર્યાવરણ કુદરતી પ્રકૃતિ જીવદયા રક્તદાન કેમ્પ આરોગ્ય શિક્ષણ વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન સહિત ની અવિરત મુહિમો સાથે નાટય ડાયરા સહિત ના કાર્યક્રમો યોજાતા રહેશે
રામકથા દરમ્યાન શ્રોતા ઓને ભજ ભોજન અને શુક્ષમ જીવો ને કીડીયારું અબોલ જીવો ને ઘાસચારો સહિત ની પ્રવૃત્તિ માટે શિસ્તબદ્ધ સ્વંયમ સેવકો ની ટીમ ખડે પગે જોવા મળી
કથા ના યજમાન ઘનશ્યામભાઈ શંકર નિવાસ સ્થાને થી પ્રસ્થાન થઈ લાઠી શહેર માં મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ધ્યાનાકર્ષક રીતે પોથીયાત્રા ફરી કથા સ્થળે પહોંચી
મોરારીબાપુ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી કેન્દ્રીય મંત્રી રૂપાલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા એવમ ઘનશ્યામભાઈ શંકર ના વરદહસ્તે દીપ પ્રાગટય કરી રામકથા નો રંગારંગ પ્રારંભ
પધારેલ મહાનુભવો એ રામકથા કલાપીનગર ના મહાપુરુષો મૃદુહદય ના રાજવી કલાપી ની પંક્તિ "ધરા થઈ રસ વહીન નૃપ થયો દયા વહીન વાગોળી પ્રજા વત્સલ્ય રાજવી સોમનાથ ને સંગાથે વીર હમીરસિંહ અને આહીર રત્ન દેદલમલ સહિત યાદ કર્યા હતા ભારતીય સંસ્કૃતિ ના જતન માટે પ્રાકૃતિક કૃષિ ઝેર મુક્ત જીવન ગાય આધારિત કૃષિ માટે સ્વામી ચિદાનંદ સરસ્વતીજી નું અને રચના સંપત્તિ માટે જમીન બચાવો નો સુંદર સદેશ આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલા
સત્ય પ્રેમ કરુણા નો સદેશ આપતી રામકથા માં
લાઠી શહેર માં ઉંદરદિલ દાતા પરિવાર દ્વારા થતી અનેક વિધ આરોગ્ય શિક્ષણ જળસંસાધન જીવદયા સહિત ની સામાજિક સેવા પ્રવૃત્તિ ને બિરદાવી ખૂબ ખુશી વ્યક્ત કરતા મહાનુભવો એ જણાવ્યું હતું કે લાઠી શહેર ની સેવા સુગંધી પુષ્પો માફક સર્વત્ર ફેલાઈ સ્પર્શી જાય તેવી ઉદારતા લાઠી ને કઈક અલગ ઓળખ આપી છે રામકથા ની ભવ્ય પોથીયાત્રા માં રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા ભવાની જેમ્સ ના મનજીભાઈ ધોળકિયા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાંસદ નારણભાઈ કાછડીયા અમરડેરી ના અશ્વિનભાઈ સાવલિયા આહીર રત્ન જીતુભાઇ ડેર ગુજરાત રાજ્ય વિધાન સભા ઉપ દંડક કોશિકભાઈ વેકરિયા રાકેશભાઈ ધોળકિયા સહિત સમગ્ર લાઠી શહેરીજનો ની વિશાળ હાજરી માં રામકથા નો ભવ્ય પ્રારંભ થયો હતો સમગ્ર લાઠી શહેર ને રોશની નો ઝળહળાટ થી નવોઢા માફક શણગાર કરાયો હિમાલય ની આબેહૂબ અલ્પાકૃતિ ની ગોદ માં કેદારનાથ થીમ ની વ્યાસ પીઠ ને સુશોભિત કરાય છે વિશાળ શિવ પ્રતિમા જીવદયા પર્યાવરણ કુદરતી પ્રકૃતિ ના દર્શનીય નજારા સાથે સમગ્ર રામકથા પરિસર ને હિમાલય માં કથા ચાલતી હોવા નો ભાસ કરાવતી અદભુત વ્યવસ્થા સાથે ભવ્ય રામકથા શ્રવણ માટે દૂરસદુર થી આવતા ભાવિકો માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા કરાય છે મુખ્ય યજમાન પરિવાર ના ઘનશ્યામભાઈ શંકર દ્વારા જાહેર જનતા ને રામકથા નો લાભ લેવા અનુરોધ કર્યો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.