વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લાભાર્થીઓ મેળવી રહ્યા છે લાભ,મોદી સરકારની ગેરંટી વાળી ગાડીનું સ્વાગત થઈ રહ્યું છે,અરવલ્લીના ભિલોડાના રાયસિંગપૂર ખાતે રથ પહોંચ્યો હતો. - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લાભાર્થીઓ મેળવી રહ્યા છે લાભ,મોદી સરકારની ગેરંટી વાળી ગાડીનું સ્વાગત થઈ રહ્યું છે,અરવલ્લીના ભિલોડાના રાયસિંગપૂર ખાતે રથ પહોંચ્યો હતો.


અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રાયસિંગપૂર ગામે વિકસિત ભારત રથ પોહચ્યો હતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. વિકાસના સંકલ્પના સપથ લેવામાં આવ્યા હતા.લોકો સુધી યોજનાકીય માહિતી પોહચે અને વધુમાં વધુ લોકો દરેક યોજનાઓનો લાભ મેળવે તે હેતુ જણાવ્યો હતો.છેવાડાના લોકો સુધી સરકારશ્રીની દરેક યોજનાઓ પોહચે અને મહત્તમ લાભ મળે તે માટે યાત્રા યોજાઈ રહી છે.૧૭ થી વધારે યોજનાઓનો સીધો લાભ રથ થકી ઘરઆંગણે મળી રેહશે. દરેક પ્રજાજનને અપીલ કરવામાં આવે છે કે દરેક યોજનાકીય માહિતી મેળવી તેનો લાભ મેળવે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.