લગ્નમાં જવા રૂપિયાની સગવડ ન થતાં યુવકનો આપઘાતનો પ્રયાસ - At This Time

લગ્નમાં જવા રૂપિયાની સગવડ ન થતાં યુવકનો આપઘાતનો પ્રયાસ


સાધુ વાસવાણી રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતાં સાગરભાઈ દેવાભાઈ ગરાણિયાએ ગત સાંજે પોતના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, સાગર રીક્ષા ડ્રાઇવિંગ કરે છે અને લાઠી રહેતાં અમારા ફઇના પુત્રીના લગ્ન હોઈ જે મામલે દસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.જે રૂપિયાની વ્યવસ્થા ન થતાં તેને પગલું ભર્યું હતું. યુવક બે ભાઈમાં મોટો અને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.