રાજકોટમાં 10મીથી નાયબ મામલતદારની ભરતીના તાલીમ વર્ગો યોજાશે - At This Time

રાજકોટમાં 10મીથી નાયબ મામલતદારની ભરતીના તાલીમ વર્ગો યોજાશે


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CCDC) દ્વારા તા. 10 ઓગસ્ટથી જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ–3ની 80 જગ્યા માટેના પ્રિલિમ્સનાં કોચિંગ વર્ગોનું આયોજન કરાયું છે.

આ તાલીમ વર્ગમાં જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી, વર્ગ–3 અને નાયબ મામલતદાર, વર્ગ–3 ની જગ્યાઓ માટેના પ્રાથમિક અભ્યાસક્રમ મુજબ ભારતનો ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, ભૂગોળ, ભારતીય અર્થતંત્ર અને આયોજન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા વગેરેની સઘન તાલીમ આપવામાં આવશે.

તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારોએ 8 ઓગસ્ટ સુધીમાં સી.સી.ડી.સી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ ફોટા, જી.પી.એસ.સી. નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદારનું ઓનલાઈન ભરેલ એપ્લિકેશન ફોર્મની ઝેરોક્ષ, ગ્રેજ્યુએશન માર્કશીટની ઝેરોક્સ, આઈ.ડી.પ્રૂફ સાથે જમા કરાવવું પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.