પીનેવીન્ટા હોટેલ, આર્થિક ભવન,ઘરતી હોન્ડા સહિત 68 સ્થળોએ ડેન્ગ્યુના ઘર, મચ્છરના પોરા મળતા 27 હજારનો દંડ
રાજકોટમાં હાલ વાયરલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. તેમાંય ડેન્ગ્યુના કેસ સામે આવતા મનપા તંત્ર સાબદું બન્યું હોય તેમ આજે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હોટલ અને બાંઘકામ સાઇટ પર ચેકીંગ ડ્રાઈવ યોજાઈ હતી. જ્યાં પીનેવીન્ટા હોટેલ, આર્થિક ભવન,ઘરતી હોન્ડા સહિત 68 સ્થળોએ ભારે ગંદકીને પગલે ડેન્ગ્યુ મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગ દ્વારા કુલ રૂ.27,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.