જસદણના પ્રતાપપુર હત્યાકેસમાં કમલેશની પત્ની કોમલ હત્યારા યશવંત સાથે ત્રણ મહિના પહેલાં ભાગી ગઈ હતી - At This Time

જસદણના પ્રતાપપુર હત્યાકેસમાં કમલેશની પત્ની કોમલ હત્યારા યશવંત સાથે ત્રણ મહિના પહેલાં ભાગી ગઈ હતી


જસદણના પ્રતાપપુર હત્યાકેસમાં કમલેશની પત્ની કોમલ હત્યારા યશવંત સાથે ત્રણ મહિના પહેલાં ભાગી ગઈ હતી

જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા પ્રતાપપુરના યુવકના લગ્નના બીજા જ દિવસે પત્નીના પ્રેમીએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે હત્યા કરી ભાગી છુટેલા વડીયાના શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. હત્યા પાછળ પ્રણ્ય ત્રિકોણ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આટકોટ નજીક આવેલા પ્રતાપપુર ગામના કમલેશભાઇ ચાવડા નામના 32 વર્ષના દલિત યુવાનને છરીના પાંચ ઘા ઝીંકી વડીયાના યશવંત મકવાણા નામના શખ્સે હત્યા કર્યાનું આટકોટ પોલીસમા નોંધાયુ છે.

મૃતક કમલેશ ચાવડાના છ-સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે પૂર્વે કમલેશ ચાવડાને તેની જ જ્ઞાતિની વડીયા રહેતી કોમલ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ કોઇ કારણોસર બંને વચ્ચે લગ્ન થયા ન હતા અને કમલેશના અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા. કમલેશ ચાવડાના લગ્ન જીવન દરમિયાન પાંચ વર્ષની એક પુત્રી છે. દરમિયાન કોમલ અને કમલેશ ત્રણેક માસ પહેલાં મળતા બંનેનો જુનો પ્રેમ તાજો થયો હતો અને એક બીજાને મળવાનું અને મોબાઇલમાં વાત કરવાનું શરૂ થયું હોવાથી કમલેશ ચાવડાની પત્નીએ દોઢ માસ પૂર્વે જ છુટાછેડા આપ્યા હતા.

આથી કમલેશ ચાવડાએ ગત તા.15મી ઓગષ્ટના રોજ વડીયાની કોમલ સાથે પૂન: લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ દિવસે કમલેશ ચાવડાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને ઘટના સ્થળેથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં વડીયાના યશવંત મકવાણાનું આઇ કાર્ડ મળી આવતા કોમલ પણ વડીયાની હોવાથી આટકોટ પી.એસ.આઇ. કે.પી.મેતા સહિતના સ્ટાફે વડીયાના યશવંત મકવાણા અંગે કોમલની પૂછપરછ કરતા તેણીને સાતેક વર્ષથી યશવંત મકવાણા સાથે પણ પ્રેમ સંબંધ હોવાનું અને આઠ માસ પહેલાં અને ત્રણેક માસ પહેલાં યશવંત મકવાણા સાથે ભાગી ગયાની કોમલે કબુલાત આપી હતી. ઘટના સ્થળેથી મળી આવેલા પાકીટ પરથી કમલેશ ચાવડાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.