મહિસાગર જીલ્લા 6 તાલુકામાં રૂ.3.49 કરોડના ખર્ચે 20 અમૃત સરોવર તૈયાર - At This Time

મહિસાગર જીલ્લા 6 તાલુકામાં રૂ.3.49 કરોડના ખર્ચે 20 અમૃત સરોવર તૈયાર


તમામ અમૃત સરોવરો પર ધ્વજ ફરકાવવામાં આવ્યો

સમગ્ર દેશ આઝાદીના 76માં
ત્યારે અમૃત મહોત્સવની
વર્ષમાં પ્રવેશ કરી ચુક્યો છે, ઉજવણીના ભાગરૂપે દેશના તમામ જીલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિસાગર જીલ્લાના 6 તાલુકામાં 20 તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા. જે તમામ તળાવો પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં બાલાસિનોર તાલુકાના
૩ તળાવ, લુણાવાડા તાલુકાના 3 તળાવ, વિરપુર તાલુકાના 2
તળાવ, સંતરામપુર તાલુકાના 10 તળાવ, ખાનપુર તાલુકાના ૩ તળાવનો સમાવેશ થયો હતો. આ તળાવોમાં મનરેગા તેમજ લોક ભાગીદારીથી રૂ.3,49,61,000ના ખર્ચે અમૃત સરોવર નિર્માણ અંગે પ્લાન્ટેશન, પેવર બ્લોક, પ્લેટ ફોર્મ અને સ્ટોન ફાઉન્ડેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત કેટલાક તળાવોમાં સ્ટોન પીચિંગની કામગીરી કરવામાં આવી હતી. સુંદરતાથી સજ્જ થયેલ આ તમામ તળાવોમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામ લોકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon