સ્માર્ટ સિટી માટે 556 કરોડ ખર્ચાયા, 65% કામ પૂર્ણ, ‘જો’ 500 કરોડ મળે ‘તો’ માર્ચમાં તૈયાર થશે - At This Time

સ્માર્ટ સિટી માટે 556 કરોડ ખર્ચાયા, 65% કામ પૂર્ણ, ‘જો’ 500 કરોડ મળે ‘તો’ માર્ચમાં તૈયાર થશે


નવા ટેન્ડર અને આયોજન પર લગામ બાદ કેન્દ્રએ છ મહિનાથી નથી આપી ગ્રાન્ટ

દેશના 100 શહેરમાંથી માત્ર રાજકોટ અને રાયપુરે જ નવા સ્થળે આખું સ્માર્ટ સિટી વસાવવાનો નિર્ણય લીધો

રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી સ્માર્ટ સિટી માટે થઈ છે, દેશમાં આવા 100 શહેર પસંદ થયા છે જેમને સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે જેમાં રાજ્ય સરકાર અને જે તે કોર્પોરેશને પણ ફાળો આપવાનો હોય છે.

રાજકોટ સ્માર્ટ સિટીમાં શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ, સ્માર્ટ સિગ્નલ, ફાયબર નેટવર્ક કેબલ સહિતના કામો થયા છે જેમાંથી મોટાભાગના કામ પૂરા થઈ ગયા છે પણ સૌથી મોટો પ્રોજેક્ટ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવર છે. આ બંને પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 556 કરોડ રૂપિયા વપરાઈ ગયા છે અને 65 ટકા કામ પૂરું થઈ ગયું છે આ કામગીરી માર્ચ સુધીમાં પૂરી થઈ જશે અને રાજકોટ શહેરમાં નવું આકર્ષણ ઊભું થશે પણ હાલ ગ્રાન્ટના પ્રશ્નોને કારણે પ્રોજેક્ટ ઠંડો પડી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.