એક તરફ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સાબરકાંઠા ના હિંમતનગર ખાતે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાનું અર્બુદા સેનાનું જિલ્લા સંગઠન જાહેર કરી આદ્ય સ્થાપક તરીકે વિપુલ ચૌધરીએ એ સસ્તી માનસિકતા સામે સંગઠન થકી સામાજિક શ્રેષ્ઠતા સાબિત કરવા કામે લાગવા હાકલ કરી હતી.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે અર્બુદા સેના નું જિલ્લા સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષભાઈ પટેલ તેમજ અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે મનીષભાઈ પટેલની સર્વનું મતે વર્ણી કરવામાં આવી હતી સાથોસાથ હિંમતનગર ખાતે અર્બુદા સેના ના સ્થાપક વિપુલભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે અર્બુદા સેનાનો વિરોધ કરનારા લોકો પાસે બે જ કારણ છે કે તેવો ને પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ભય છે તો બીજી તરફ માં અર્બુદા ના સંતાન ન હોવાને પગલે અર્બુદા સેના નો વિરોધ કરી રહ્યા છે તેમજ અન્ય કેટલાક લોકો અર્બુદા સેનાને વિધાનસભાની ચૂંટણી સુધી ચાલનારી કમિટી માને છે ત્યારે ચૂંટણી એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે તેમ ભૂલી જાય છે આ તબક્કે બોલતા વિપુલભાઈ ચૌધરી જણાવ્યું હતું કે અર્બુદા સેના એ અદેખાઈ ઈર્ષાનો ભાગ ન બને તેનું ધ્યાન રાખી આગામી સમયમાં એકમત બની સર્વ દિશામાં પ્રગતિ કરવાની વાત કરી હતી જોકે આજે અર્બુદા સેનાના સંગઠનની જાહેરાતની સાથોસાથ તેમની આગામી સમયમાં ગુજરાતના 18000 ગામડાઓ પૈકી 1000 ગામડાઓમાં ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે તેમને સંગઠિત કરવાની વાત કરી અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ બની શકે તેવી અર્બુદા સેના ના નિર્માણની ખેવના કરી છે આ તબક્કે નિવેદન આપતા વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે અર્બુદા સેનાનું ઉદ્દેશ તમામ ક્ષેત્રોમાં નૈતિક રીતે આગળ વધવાની સાથોસાથ ઉધ્વગામી દિશામાં પ્રગતિ થાય તે છે અને તે જ રહેશે જોકે અન્ય કેટલાક લોકો વિવિધ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સામાજિક રીતે આગળ વધવું તે જ ઉદ્દેશ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.