**વસ્તી ખાતે ખેડુતોની મુખ્ય માંગ પાક નિષ્ફળ વળતર પુરી પાડવામા આવે અથવા / વળતર આપવામા નિષ્ફળ નિવડો તો જીવન નિર્વાહ વળતરરૂપે ખેડુતોને ઘઉ અને મકાઈ આપવા પ્રાંતશ્રીને રજુઆત કરાઈ **
આજરોજ દિલ્હી -મુંબઈ કોરીડોર હાઇવેના ઝાલોદ તાલુકાના ૧૪ જેટલા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં મુળ (૧૭ ) માંગણીઓ પૈકી ૧૬ માંગણીઓ સ્વીકાર્યા બાદ બાકી રહેલ મુખ્ય એક માંગણી જે ખેડૂત પરિવારના જીવન નિર્વાહ માટેની ખાસ અને અગત્યની પાક નિષ્ફ્ળ માટે ના વળતર ની માંગણી હતી તે સ્વીકારવા માં આવેલ નં હોઈ ૧૪ અસરગ્રસ્ત ગામોના ખેડૂત આગેવાનો આજ-રોજ પ્રાંત કચેરી ઝાલોદ ખાતે ઉપસ્થિત રહી પ્રાંત અધિકારીશ્રીને મળી સૌ પ્રથમ સત્તર માંગણી પૈકી સોળ માંગણી સ્વીકારી લેખિત બાંહેદરી આપવા બદલ ખેડૂતોએ પ્રાંત અધિકારીશ્રીનો દિલથી આભાર માન્યો હતો. તે બાદ બાકી રહેલ પાક નિષ્ફ્ળ ના વળતરની માંગ માટેનું આવેદન આપી ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા વળતર ના નાણાં આપવા માંગતા નં હોવ તો દરેક ખેડૂતો ના પરિવારના નિર્વાહ માટે બે બે કવીન્ટલ ઘઉં અને મકાઈ તેમજ બે કવીન્ટલ ચોખા આપવામા માં આવે જેથી પાંચસો પરિવારો ને અનાજ મળવા થી તેમના પરિવાર નું ગુજરાન ચાલી શકે તેમ જણાવ્યું હતું.અને આવનાર રવિવારના રોજ સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તા. 16 ડિસેમ્બર સોમવાર ના રોજ થી ચૌદ ગામો માં ચાલતું કામ અટકાવી દેવાની ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીએ ચીમકી ઉંચારી હતી.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.