સરલા હાઈસ્કૂલ ખાતે પોકસો એક્ટ પ્રોગ્રામ યોજાયો
સરલા ગામ ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સી.આર ગારડી વિદ્યામંદિર સરલા ખાતે પોકસો એકટ પ્રોગ્રામ યોજાયો...
મુળી તાલુકા ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સી આર ગારડી વિદ્યામંદિર સરલાના સંયુક્ત ઉપક્રમે પોકસો એક્ટ ની વિદ્યાર્થીઓ ને સમજ આપતો કાર્યક્રમ તા.27/09/2022ના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે મુળી કોર્ટ માં ફરજ બજાવતાં હરદેવસિંહ જાદવ દ્વારા પોકસો એકટ ની વિગતવાર સમજૂતી શાળા ની દીકરીઓને વિગતવાર આપવામાં આવી હતી.પોકસો એકટ અંતર્ગત કેવી કેવી કલમો છે,વિદ્યાર્થીનીઓ માટે સલામતી ના કેવા પગલા છે?ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવી ભૂમિકા ભજવે છે ?વગેરે બાબતો ની વિગતે ચર્ચા જાદવ સાહેબે સમજાવી હતી.કાર્યક્રમ નું સંચાલન સુભાષચંદ્ર શાહ અને આભાર વિધિ વારિસભાઈ ભટ્ટા દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમ માં શૈલેષભાઇ ગઢવી,જયેશભાઈ દવે,પલક પ્રજાપતિ સહિત ધોરણ 9 થી 12 ની 100 કરતા વધુ બહેનો ઉપસ્થિત રહી હતી.
આમ,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સી આર ગારડી વિદ્યામંદિર સરલા ખાતે પોકસો એકટની સમજ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.