એઇમ્સમાં નોકરી અપાવી દેવાના બહાને છેતરપીંડીનું કૌભાંડ: ડો.અક્ષય જાદવની ધરપકડ
રાજકોટ નજીક એઇમ્સ હોસ્પિટલના બનાવટી લેટર આપી નોકરીનો ઓર્ડર કરાયાનો કિસ્સો સામે ખળભળાટ મચી ગયો છે. આવા બનાવતી લેટર આપનાર ડો.અક્ષય જાદવને સકંજામાં લેવાયો છે. તેના સામે ગુનો દાખલ થયો છે. ખંઢેરી પાસે આવેલ એઇમ્સના એડમીનિસ્ટ્રેટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. લેબ ટેક્નિશન યુવતી ઓર્ડર લેટર લઈને આવી હતી. આ અંગે પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરાઈ છે. આ કોઈ મોટું કૌભાંડ છે કે કેમ? તે અંગે તપાસ થઈ રહી છે. જુદી જુદી પોસ્ટ પર નોકરી આપવી દેવાનું કહીં રૂપિયા લઈ છેતરપીંડી કરાયાની શક્યતા છે. હજુ સુધી એક ભોગ બનનાર સામે આવી છે પણ અન્ય સાથે પણ છેતરપીંડી થયાની શંકા છે. આ કોઈ મોટું કૌભાંડ છે કે કેમ? તે અંગે તપાસ થશે. ખંઢેરી પાસે આવેલ એઇમ્સના એડમીનિસ્ટ્રેટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. કોઈ લેબ ટેક્નિશન યુવતી ઓર્ડર લેટર લઈને આવતા કૌભાંડ છતું થયું છે.
ફરિયાદ નોંધાવનાર જયદેવસિંહ બનેસિંહ વાળા (કારડીયા રાજપૂત) (ઉ.વ.38, રહે. રહે.સાધુવાસવાણી રોડ ટોપલેન્ડ રેસીડેન્સી રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું એઇમ્સ હોસ્પિટલ ખાતે એડમીન ડીપાર્ટમેન્ટમાં એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર તરીકે છેલ્લા પાંચેક મહીનાથી ફરજ બજાવું છું. ગઇ તા. 20/02/2023 ના રોજ સાવારના સાડા અગીયાર વાગ્યાની આસપાસ હું એઇમ્સ હોસ્પીટલ ખાતે હાજર હતો ત્યારે સીક્યુરીટી સુપરવાઇઝર ઇન્દ્રજીતસિંહ પરમાર મારી પાસે આવેલ અને મને કહેલ કે એક બહેન આવેલ છે અને તેઓ તમને મળવા માગે છે. તેમ વાત કરતા મે તેઓને મારી ઓફીસમાં મોકલવા જણાવેલ અને તે બહેને અંદર આવી એક લીલા કલરનું કવર આપેલ અને મને કહેલ કે તેઓ અહીં નોકરી પર હાજર થવા માટે આવેલ છે. જેથી મેં તેઓએ આપેલ કવર ખોલેલ જેમાં અખીલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન રાજકોટ ગુજરાત લખેલ એઇમ્સ હોસ્પીટલ ના સીમ્બોલ વાળો પત્ર હતો. તેમજ જોઇનીંગ લેટર લખેલું હતું.
પંચાલ નીકીતા મુકુદભાઇને લેબ ટેકનીશન તરીકે અને 16/02/2023 ના રોજ 36000 રૂપીયાના પગાર વાળો આ લેટર જોવામાં આવેલ. જેથી મે આ નીકીતાબેનને આ લેટર બાબતે પુછતા તેઓએ જણાવેલ કે તેઓને આ લેટર ડો.અક્ષય જાદવ કે જેઓ રાજકોટ ખાતે રહે છે. તેમણે આપેલ છે અને મેં એમ.એસ.સી. કરેલ હોય અને એઇમ્સમાં નોકરીની જગ્યા ખાલી હોય જેથી તેઓએ અમારા ડોક્યુમેન્ટ તપાસી અમારૂં વીડીઓગ્રાફીથી ઈન્ટરવ્યુ લઇ આ નોકરીનો એપોઇમેન્ટ લેટર આપેલ આ પછી જયદેવસિંહે એઇમ્સ હોસ્પિટલ ખાતે આવી કોઇ લેબ ટેકનીશનની ભરતી થયેલ નથી તેમ જણાવતા નિકિતાબેન ત્યાંથી ચાલ્યા ગયા હતા પણ લેટર જયદેવસિંહે પોતાની પાસે રાખી ઉપરી અધિકારીઓને બતાવતા બનાવતી લેટર હોય ફરિયાદ પડધરી પોલીસ મથકે નોંધાવી હતી. આ ઉપરાંત નિકિતાબેને ડો.અક્ષય જાદવનો મોબાઈલ નંબર આપ્યો હોય તે આધારે પોલીસ તપાસ કરશે.
એઇમ્સના બનાવટી ઓર્ડર લેટર બનાવનાર ડો.અક્ષય મૂળ ઉનાનો વતની છે પણ રાજકોટમાં ફેમિલી સાથે રહે છે. તેણે બીએચએમએસ સુધીનો અભ્યાસ કર્યો છે તે રાજકોટના જામનગર રોડ પર નાગેશ્ર્વર વિસ્તારમાં ક્લિનિક પણ ચલાવતો જોકે આ ક્લિનિક બંધ કરીને તે ડાંગર કોલેજની હોસ્પિટલમાં નોકરીએ લાગ્યો હતો.
આ અંગે રાજકોટ એઇમ્સ તંત્ર તરફથી અપીલ કરાઈ છે કે, જ્યારે પણ એઇમ્સમાં નોકરી ભરતીની વાત આવે ત્યારે દરેક ઉમેદવારે ઓફિશિયલ સંદેશાઓ પણ ધ્યાન આપવું. ઉપરાંત ઓફિશિયલ વેબસાઈટ ઉપર તપાસ કરવું. એ ઉપરાંત રૂબરૂ એઇમ્સ ઓફિસ ખાતે પણ મળીને માર્ગદર્શન મેળવી શકે છે. એઇમ્સમાં નોકરીની વાત પર ગેરમાર્ગે ન દોરાવું તેવી અપીલ કરાઈ છે.
એઇમ્સ એ કેન્દ્રીય સંસ્થા છે. આ સંસ્થામાં કોઈ પણ ગેરરીતિ કે સમસ્યા વખતે તપાસ માટે વિજિલન્સ ટીમની રચના કરાઈ હોય છે. આ બનાવમાં પણ વિજિલન્સ ટીમે તપાસ કરી હતી અને તપાસના અંતે આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. એઇમ્સની ટીમે ખૂબ જ સાવચેતી પૂર્વક આરોપી છટકી ન જાય તેમ તપાસ ચલાવી સાથે પડધરી પોલીસને પણ રાખી આરોપીને સકંજામાં લીધો હતો.
એઇમ્સની તપાસમાં વિગતો મળેલી કે, આ ઓર્ડર લેટર બનાવટી છે તેથી તપાસ કરતા આરોપીએ એઇમ્સની વેબસાઈટ પરથી લોગો અને ફોર્મની વિગતો મેળવી ખોટી સહીઓ કરી લેટર બનાવ્યો હતો. હાલ તો એક જ યુવતી પાસેથી આવો નોકરીનો લેટર મળ્યો છે પણ આગળ જતાં બીજા ભોગ બનનાર પણ મળી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.