શિહોર તાલુકા માંથી ચોરી થયેલ કુલ-૦૮ મોટર સાયકલ મળી રૂ.૨,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મોટર સાયકલ ચોરીઓનાં વણશોધાયેલ ગુન્હા-૦૫ શોધી કાઢી આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૧/૧૧/૨૦૨૨નાં રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમાર રહે.કસોટીયા વિસ્તાર,મોટા સુરકા તા.શિહોર જી.ભાવનગર તથા સંજય પરમાર રહે.માયધાર તા.તળાજા જી.ભાવનગર વાળાએ ભાવેશનાં ઘર પાસે કેટલાંક સ્પ્લેન્ડર મોટર સાયકલ ભેગાં કરીને રાખેલ છે.જે મોટર સાયકલ તેઓ બંને કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો હાજર મળી આવેલ.તેઓ પાસેથી નીચે મુજબનાં મોટર સાયકલ નંગ-૦૮ મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેઓની પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેતાં તે ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.આ મોટર સાયકલો તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી *મોટર સાયકલ નંગ-૮ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-* ગણી શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરેલ.
આ મજકુર ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમારની પુછપરછ કરતાં આ આઠેય મોટર સાયકલ છેલ્લાં બે મહિનાની અંદર શિહોર, દાદાની વાવથી, રાજપરા, ખોડિયાર મંદિરથી, શિહોર બસ સ્ટેન્ડ પાસેથી, સુરકાનાં ડેલેથી, ઘાંઘળીવાળા ફાટક પાસેથી તથા દુબળીયાથી શેરીમાંથી ચોરી કરેલ હોવાનું અને આજે બંને જણાં ભેગા થઇને આ તમામ મોટર સાયકલો સુરત ખાતે લઇ જઇ વેચવાની તૈયારીમાં કરતાં હોવાનું જણાવેલ. જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
*પકડાયેલ આરોપીઓઃ-*
1. ભાવેશભાઇ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમાર ઉ.વ.૨૭ રહે.કસોટીયા વિસ્તાર, મોટા સુરકા તા.શિહોર જી.ભાવનગર
2. સંજયભાઇ હકાભાઇ પરમાર ઉ.વ.૨૧ રહે.કપુરીયાનો ઢોરો, માયધાર તા.તળાજા જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. હિરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ આગળ-પાછળ રજી.નંબર-GJ-03-R 4643 તથા એન્જીન નંબર-97D17E05000
2. હિરો કંપનીનું કાળા કલરનું સફેદ તથા ભુરા કલરનાં પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નંબર વગરનું ચેસીઝ નંબર-MBLHA10EJ9HH53525 તથા એન્જીન નંબર-HA10EA9HHB0411
3. હિરો કંપનીનું કાળા કલરનું સીલ્વર કલરનાં પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ પાછળનાં ભાગે રજી.નંબર-GJ-04-BM 0113 ચેસીઝ નંબર-MBLHA10AMC9G06865 તથા એન્જીન નંબર-HA10EJC9G06092
4. હિરો કંપનીનું કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આગળ-પાછળ રજી.નંબર-GJ-05-K-5149 ચેસીઝ નંબર-MBLHAW113N5C14455 તથા એન્જીન નંબર-HA11EVN5C59398
5. હિરો કંપનીનું સીલ્વર કલરનું ભુરા પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આગળ-પાછળ રજી.નંબર-GJ-07-CP 5659 ચેસીઝ નંબર-MBLHAR079J5J14441 તથા એન્જીન નંબર-5J21579
6. હિરો કંપનીનું કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ ચેસીઝ નંબર-MBLHA10ASCHE31082
7. હિરો કંપનીનું કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીઝ નંબર-MBLHAR07XJ5H08376 તથા એન્જીન નંબર-HA10AGJ5H12071
8. હિરો કંપનીનું સીલ્વર કલરનું ભુરા પટ્ટાવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આગળ-પાછળ રજી.નંબર-GJ-04-AC 2211 તથા બોથા ઉપર ’’ જય માં મોગલ ’’ તથા એન્જીન નંબર-HA10AGH5C15899
*શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-*
1. શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૨૦૬૭૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
2. શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૨૦૮૧૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
3. શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૨૦૮૨૪/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
4. શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૨૦૮૨૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
5. શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૨૦૮૨૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં
અનિરૂધ્ધસિંહ ગોહિલ,જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, વુમન પો.કો. જાગૃતિબેન કુંચાલા વગેરે સ્ટાફ જોડાયો હતો. . રિપોર્ટ અશોકભાઈ ઢીલાંશિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.