મહીસાગર જિલ્લાના ભાઈઓ બહેનોને વોલીબોલ એકેડમીમાં પ્રવેશ માટે હાઇટ હન્ટનું આયોજન - At This Time

મહીસાગર જિલ્લાના ભાઈઓ બહેનોને વોલીબોલ એકેડમીમાં પ્રવેશ માટે હાઇટ હન્ટનું આયોજન


સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત ડી.એલ.એસ.એસ અને વોલીબોલ એકેડમી માં મહીસાગર જિલ્લાના ભાઈઓ બહેનોના પ્રવેશ માટે હાઇટ હન્ટનું આયોજન કરેલ છે, જેમાં ઉંમર પ્રમાણે ઉંચાઇ ધરાવતા ભાઇઓ બહેનોને ભાગ લેવા જણાવાયું છે. જેમાં ૧૨ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૬૩ થી વધુ અને ભાઇ માટે ૧૬૮ થી વધુ, ૧૩ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૬૬ થી વધુ અને ભાઇ માટે ૧૭૩ થી વધુ, ૧૪ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૭૧ થી વધુ અને ભાઇ માટે ૧૭૯ થી વધુ, ૧૫ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૭૩ થી વધુ અને ભાઇ માટે ૧૮૪ થી વધુ, ૧૬ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૭૫ થી વધુ અને ભાઇ માટે ૧૮૭ થી વધુ,  ૧૭ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૭૭ થી વધુ અને ભાઇ માટે ૧૯૦ થી વધુ અને ૧૮ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૭૮ થી વધુ અને ભાઇ માટે ૧૯૨ થી વધુ,  વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઈઓ-બહેનો એ તા.૧૪/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે શ્રી સરદાર પટેલ વિદ્યાલય, લુણાવાડા ખાતે હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મહીસાગરની અખબારી યાદીમાં જણાવાયું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.