સાયલાના સાપર ગામમાં યુવા ભાજપ મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xstodktqwxirsnrj/" left="-10"]

સાયલાના સાપર ગામમાં યુવા ભાજપ મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સાયલાના શાપર મુકામે પી.એચ.સી. સેન્ટર ખાતે સાયલા તાલુકા યુવા ભાજપ અને ભોટાભાઈ કુકાભાઈ સરૈયા ,સરપંચ (શાપર-બ્રહ્મપુરી સયુંકત ગ્રામ પંચાયત) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 104 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં બહેનોએ પણ હોંશે હોંશે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં શાપર ગામના સરપંચ ભોટાભાઈ કુકાભાઈ સરૈયા, સાયલા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ મકવાણા, મહામંત્રી મુકેશભાઈ કાલીયા,ભરતભાઇ સોનાગરા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રીશ્રી દિલીપભાઈ રામાણી, ઉપપ્રમુખ ભરતભાઇ શેખ અને યુવા મોરચાના હોદ્દેદારો,કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન સાયલા યુવા ભાજપ પ્રમુખશ્રી ગણેશભાઈ કોશિયાણીયા અને શાપર ગામના સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યો. બ્લડ ડોનેશન માં ભાગ લેનાર તમામ મિત્રોનો યુવા ભાજપ મિત્રો એ આભાર માન્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઇ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]