પોરબંદર તાલુકાના બરડા પંથકમાં મગફળી નો પાક તૈયાર થતા ખેડૂતો દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું
પોરબંદર તાલુકાના બરડા પંથકમાં મગફળી નો પાક તૈયાર થતા ખેડૂતો દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું
આ વર્ષે મેઘરાજાએ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માં અતિવૃષ્ટિ થી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલ છે ત્યારે હવે દિવાળીના તહેવારો પુરા થતા અને મગફળીનો પાક તૈયાર થતાં ખેડૂતો મગફળીનો પાક તૈયાર કરવામાં લાગી ગયેલ છે અને પરપ્રાંતીય મજૂરો પણ મોટી સંખ્યામાં બરડા વિસ્તારમાં મજુરી કામે આવેલ છે બરડા વિસ્તારમાં પાછોતરો વરસાદ 8 થી 10 દિવસ સતત વરસતા ખેડૂતોને નિચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઘણા ખેડૂતોને મગફળી નો પાક નિષ્ફળ જવાથી બીજી વખત વાવેતર કરવા મજબૂર બનેલ અને તે મગફળી ઉપાડવાનું હજુ ચાલુ કરેલ નથી પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યાં વરસાદી પાણી ઓછા ભરાયેલ ત્યાં એક વીઘા એ 15 થી 20 મણનો ઉતારો આવશે એટલે કે બિયારણ ખાતર મજુરી વિગેરે ખર્ચ વસુલ થશે અને જળ સ્ત્રોતો માં પુષ્કળ પાણી હોવાથી શિયાળુ પાક કે જેમાં ધાણા, જીરુ અને ઘઉં નું વાવેતર કરવામાં આવશે અને જો વાતાવરણ અનુકૂળ રહેશે તો ફાયદો થશે અત્યારે ખેડૂતો મગફળી ઉપાડવાનું તેમજ થ્રેસર મશીન થી મગફળી ચોખ્ખી કરવાનું તેમજ જે મગફળી ઉપાડી ઢગલા કરેલ છે તે મગફળી સુકાયા પછી થ્રેસર મશીન દ્વારા કાઢવામાં આવશે હાલ અત્યારે તમામ વાડી ખેતરોમાં મગફળીના પાક નું કામ પૂર જોશમાં ચાલુ છે અને જેમ ખેતરો ખાલી થતા જાય છે તેમાં ટ્રેક્ટરોથી ખેતરોને સમાંતર કરવાનું કામ ચાલુ છે અને અમુક જગ્યાએ ખેતરોમાં પાણી પહોંચાડી શિયાળુ પાકની તૈયારી પણ ચાલુ કરવામાં ખેડૂતો લાગી ગયેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.