ચૈત્રી નવરાત્રીએ સરડોઇ ચામુંડા માતા મીની ચોટીલા મંદિરે પ્રવાસ કરવામાં આવ્યો.
અરવલ્લી જિલ્લાના મોડાસાના ઓઘારી યુગ ગ્રુપના 40 જેટલા ભાઈ બહેનોનો ચૈત્રી નવરાત્રીએ સરડોઇ ચામુંડા માતા મીની ચોટીલા મંદિરે સરડોઇના ભામાશા એવા ઈશ્વરભાઈ પી ભાવસારના સહયોગથી પ્રવાસ ગોઠવાયો હતો. મોડાસા તાલુકાના સરડોઈ મુકામે આવેલ ચામુંડા માતાજી મંદિરમાં દાતા શ્રી તરફથી ચા અને ગરમ નાસ્તાનું સુંદર આયોજન કર્યું હતું. તત્વ ઇન્સ્ટિટયૂટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાના પ્રણેતા અને કોંગ્રેસના અગ્રણી જયદતસિહ પુવારે યુગ પરિવારના સભ્યોને આવકાયૉ હતા. ઇશ્વરભાઇ ભાવસાર અને મંદિરના પૂજારી અરૂણભાઇએ સરડોઇ મુકામે આવેલ ચામુંડા માતાજી નું મંદિર જે આ વિસ્તારમાં મીની ચોટીલા ધામ તરીકે પ્રખ્યાત બન્યું છે તેનો ઇતિહાસનો ચિતાર આપ્યો હતો. અને સંપૂર્ણ માહિતી પૂરી પાડેલ. મંદિર પરિસરમાં યુગ પરિવારના સભ્યો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને અવનવી રમતોનો આનંદ માણ્યો હતો.
પ્રવાસ યાદગીરીરૂપ બની ગયો હતો.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.