સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો - At This Time

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો


સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના આર્થિક સહયોગથી અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે તા. ૧૧. ૦૩. ૨૦૨૩ ના રોજ આદીવાસી સંસ્કૃતિ અને સાહિત્ય નામનો રાષ્ટ્રીય સેમીનાર યોજાયો હતો જેમાં દેશના નામાંકિત વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો એ વિમર્શ કર્યો. આ કાર્યક્રમનું ઉદઘાટન બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. મધુકર પાડવી એ કર્યું હતું. ડૉ. પાડવી એ આદિવાસી સાહિત્યને વિશ્વ સમક્ષ પ્રસ્તુતિ કરવા તેમજ આ દિશા માં વધુ સંશોધન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.સેમિનાર માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ આશીર્વચન આપતા આદિવાસી સંસ્કૃતિ ની જાળવણી માટે આહવાન કર્યુ હતુ. અમરકંટક ની ઇન્દિરા ગાંધી ટ્રાઈબલ યુનિવર્સિટીથી પધારેલા ડૉ. પ્રમોદ કુમારે અંદામાન ની આદિવાસી સંસ્કૃતિ તેમજ તેમની ભાષાઓ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. નાસિક કોલેજ ના ડૉ. શંકર ભોયરે એ આદિવાસી સાહિત્ય ના તત્કાલીન પ્રશ્નો ને વાચા આપી હતી. એમ.એસ. યુનિવર્સિટી વડોદરા ના ગુજરાતી વિભાગ ના અધ્યક્ષ ડૉ. પુંડલીંક પવાર અને આણંદ ના ડૉ. માનસિંહ ચૌધરી એ તેમના વક્તવ્યો દ્વારા સંશોધકો ને આ વિષય પર નવા ખેડાણ થાય તેવી વાત રજૂ કરી હતી. ઝગડિયા કોલેજના આચાર્ય ડૉ. જયેશ પૂજારા એ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.સેમિનાર ના સંયોજક ડૉ. જસવંત રાઠોડ ના નિમંત્રણ ને માન આપી ખાપર કૉલેજ, મહારાષ્ટ્ર થી આવેલ આચાર્ય, ગીરાસે સાહેબ, દાદરા નગહવેલીનાં પૂર્વ આચાર્ય ડૉ રાજેન્દ્ર રોહિત, અંકલેશ્વર કૉલેજ ના અંગ્રેજી વિભાગ ના અધ્યક્ષ ડૉ. જી. કે. નંદા, ભરૂચના ડૉ. અમિત કપૂર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર શ્રી વિમલભાઈ શાહ, સરભાણ કોલેજના આચાર્યશ્રી, વિનયન શાખાના ડીન ડૉ. ઈશ્વરભાઈ પટેલ, બારડોલી કૉલેજ ના ડૉ. રમેશ પરમાર, નિઝર કોલેજના ડૉ. પ્રજ્ઞા ફળદુ, સરભાણ કોલેજના ડૉ. નરેશ વસાવા, ગાંધીનગર ના ડૉ. સંગીતા ચૌધરી, અમદાવાદના ડૉ. જાગૃતિ પટેલ, ડાંગ, ધરમપુર, ઝગડિયાના અધ્યાપકો, અને દેશના તેમજ ગુજરાતના ખૂણે ખૂણે થી આવેલ સંશોધકો એ આ સેમીનાર ને સફળ બનાવ્યો હતો.
કૉલેજ ના આચાર્ય શ્રી ડૉ જી આર પરમાર ના નેતૃત્વ હેઠળ આ સેમિનારમાં વિવિધ વિષયો જેવા કે આદિવાસી નૃત્ય, કળા, ખોરાક, રીત રીવાજો, સાહિત્ય, કવિતા, ફટાણા, મહિલાઓ ની સમસ્યાઓ અને બોલીઓ વિશે વિચારો પ્રસ્તુત થયા હતા. કૉલેજ ના સિનિયર પ્રાધ્યાપક શ્રી. અરવિંદ કુમાર મ્યાત્રા એ આખા આયોજન ની જહેમત ઉઠાવી હતી. ડૉ. સંજય વસાવા અને ડૉ. નરેશ વસાવાએ રજી્ટ્રેશન ની કામગીરી કરી ૧૫૦થી વધુ લોકો ને જોડ્યા હતા. ડૉ. અજીત પ્રજાપતિ અને પ્રો. વિક્રમ ભરવાડએ મહેમાનો ને ભોજન તેમજ ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સવલતો પૂરી પાડી સરાહનીય કામગીરી કરી હતી. પ્રો. જ્યોતિ વૈશ્નવ એ તેમની આગવી છટા થી સ્ટેજ સંચાલન કર્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માં પ્રો. દીના ધંધુકિયા, પ્રો. અનિતા રાઠોડ, પ્રો.ધર્મેશ વસાવા, ડૉ. યોગેશ ચૌધરી વગેરે એ ભૂમિકા નિભાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ જેવા દૂરના વિસ્તાર માં રાષ્ટ્રીય સેમીનાર નું આયોજન કરી કૉલેજે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે સંયોજક ડૉ જસવંત રાઠોડ નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષોમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનાર નું આયોજન કરવામાં આવશે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
8153048044


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.