*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ ધોરણ ૧૦ના વિધ્યાર્થીઓને આત્મ વિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી

*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ ધોરણ ૧૦ના વિધ્યાર્થીઓને આત્મ વિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી


*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ ધોરણ ૧૦ના વિધ્યાર્થીઓને આત્મ વિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી*
**********
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા તા. ૧૪ માર્ચ ૨૦23થી પ્રારંભ. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ હિંમત હાઇસ્કુલ ખાતે વિધ્યાર્થીઓને સાકર અને પેન આપી સફળ પરીક્ષા આપવા અંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે વિધ્યાર્થી જીવનનો આ એક મહત્વનો પડાવ છે અને આગળ પણ આવા અનેક પડાવ આવવાના બાકી છે. સૌ વિધ્યાર્થીઓ ડરમુક્ત થઈને આત્મવિશ્વાસથી આ પરીક્ષા આપો તેવી સૌ કોઇને શુભેચ્છા પઠવું છું. આપ સૌ લક્ષ્ય નિર્ધારિત કરીને તણાવમુક્ત રહી ધ્યેયપ્રાપ્તિ માટે મહેનત કરશો તો સફળતા અચૂક મળશે. આપ સૌ ઉચ્ચ પરીણામ થકી આપની ઉજળી કારકિર્દીનું નિર્માણ કરશો તેવી આશા છે.

આ વર્ષે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૩૬ કેન્દ્રો પરથી ૨૬,૩૦૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે એસ એસ સીના હિંમતનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે.
હિંમત હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી મીતાબેન ગઢવી, હિંમત હાઇસ્કુલના પ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ, શિક્ષકગણ, રોટરી ક્લબના પ્રફુલ વ્યાસ,રમેશભાઇ પટેલ,ધવલભાઇ રાવલ દ્વારા દરેક વિધ્યાર્થીઓને પેન આપી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે શુભેચ્છઓ પાઠવી હતી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »