નરોડા-દહેગામ-હરસોલ- ધનસુરા રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો - At This Time

નરોડા-દહેગામ-હરસોલ- ધનસુરા રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો


*નરોડા-દહેગામ-હરસોલ- ધનસુરા રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો*
******
કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ, હિંમનગરે નરોડા-દહેગામ- હરસોલ- ધનસુરા રસ્તાનું ચાર માર્ગીયકરણનું કામ હાલ પ્રગતિમાં હોઇ કામમાં હરસોલ નજીક સુજલામ સુફલામ કેનાલ પર હયાત પુલને પહોળો કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. બ્રીજ ઉપર નવિન બ્રીજ બનાવવના કામમાં એબટમેન્ટના કામમાં હયાત પુલના એપ્રોચ રસ્તાની બાજુમાં કામગીરી કરવાની થતી હોઇ ત્યારે હયાત બ્રીજના એપ્રોચમાં આવેલ સેન્ડી સોઇલ ભારે ટ્રાફીકની અવર-જવરના કારણે ધસી પડી શકે તેમ હોઇ હયાત રસ્તા પર હરસોલ ચોકડીથી ઉજેડીયા ચોકડી વચ્ચેના રસ્તા પર ટ્રાફિક તાત્કાલિક બંધ કરવો જરૂરી હોઇ તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી નરોડા-દહેગામ-હરસોલ- ધનસુરા રસ્તો બંધ હોઇ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. નરોડા-દહેગામ-હરસોલ- ધનસુરા રસ્તો બંધ કરવામાં આવે તો વાહનોના અવર-જવર તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી અર્થે આ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો. નરોડાથી દહેગામ થઇ મોડાસા ધનસુરા તરફ જતાં ટ્રાફિક માટે – ઉજેડિયા ચાર રસ્તાથી તલોદ ટી.આર. ચાર રસ્તાથી હરસોલ ચાર રસ્તા તરફ જવાનું રહેશે.મોડાસા/ ધનસુરાથી દહેગામ થઇ નરોડા તરફ જતાં ટ્રાફિક માટે – હરસોલ ચાર રસ્તાથી તલોદ ટી.આર. ચાર રસ્તાથી ઉજેડિયા ચાર રસ્તા તરફ જવાનું રહેશે.આ હુકમનો ભંગ કરનારને સજા/દંડને પાત્ર થશે.
************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.