કાલુપુર રેલવે સ્ટેશનને 2383 કરોડમાં વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવાનો પ્રોજેક્ટ - At This Time

કાલુપુર રેલવે સ્ટેશનને 2383 કરોડમાં વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવાનો પ્રોજેક્ટ


સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનોના રિડેવલોપમેન્ટના કામે ઝડપ પકડી છે. રેલવે ડીઆરએમ સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે 2027 સુધી આ કામ પૂર્ણ થશે.

કાલુપુર રેલવે સ્ટેશનને 2383 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવામાં આવશે, જેમાં 12 પ્લેટફોર્મ, 4 લિફ્ટ, 4 એસ્કેલેટર અને સુર્યમંદિર ડિઝાઇનના સાર્વજનિક પ્લાઝાનો સમાવેશ થાય છે. સાબરમતી સ્ટેશન માટે 340 કરોડ અને ભુજ સ્ટેશન માટે 300 કરોડનો ખર્ચ કરાશે.

સ્થાનિક યાત્રિકો માટે 6 લેનનો એલિવેટેડ બ્રિજ તૈયાર કરાશે, જે કાલુપુરથી સારંગપુર સુધી મુસાફરોને સરળ અવરજવર સગવડ આપશે. કાલુપુર સ્ટેશન પર મુસાફરો સામાન્ય ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી સુવિધાઓ એક જ સ્થળેથી માણી શકશે.

સૌરાંગ ઠકકર
બ્યુરો ચીફ (અમદાવાદ જીલ્લા)


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.