ધંધુકા કેન્દ્રમાં બિરલા હાઇસ્કૂલનું ધોરણ 12નું 100% પરીણામ - At This Time

ધંધુકા કેન્દ્રમાં બિરલા હાઇસ્કૂલનું ધોરણ 12નું 100% પરીણામ


ધંધુકા કેન્દ્રમાં બિરલા હાઇસ્કૂલનું ધોરણ 12નું 100% પરીણામ

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ધંધુકા કેન્દ્રમાં કુલ 87 વિદ્યાર્થીએ પરીક્ષા આપેલ જેમાંથી 80 વિદ્યાર્થીઓ પાસ થયેલ અને સાત વિદ્યાર્થીઓ નાપાસ થયેલ હતા જેમાંથી બિરલા હાઈસ્કૂલમાંથી 33 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ અને 33 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનો સો ટકા પરિણામ આવેલ છે.જેમાં સતત ત્રીજા વર્ષે ધંધુકા કેન્દ્રમાં બિરલા હાઇસ્કુલ શાળા પ્રથમ રહી છે અને ધંધુકા કેન્દ્રમાં પણ બિરલા હાઈસ્કૂલનો વિદ્યાર્થી વેગડા દિવ્યાંગ નારણભાઈ ગામ ગલસાણા કે જેને 600 માંથી 598 ગુણ પ્રાપ્ત કરી 92% સાથે ધંધુકા કેન્દ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. ગામ ને ધંધુકા બિરલા હાઈસ્કૂલનું નામ રોશન કરેલ છે. આ વિદ્યાર્થીએ gujcet માં પણ 120 માંથી 108 લઈ અને સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે jee માં પણ આ વિદ્યાર્થીઓ 92% સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. સાથે જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થયેલ હતું જેમાં ધંધુકા અને ધોલેરા કેન્દ્રમાંથી 785 વિદ્યાર્થી પરીક્ષા આપેલ જેમાંથી 745 વિદ્યાર્થીઓ પાસ થયેલ. આમ ધંધુકા કેન્દ્રનું 91. 56 ટકા જેટલું પરિણામ કેન્દ્રનું આવેલ હતું જેમાંથી બિરલા સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું 94% પરિણામ પ્રાપ્ત કરેલ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.