વડાલી ટી.ડી.ઓ. શ્રી બળવંતસિંહ રાજપૂતદ્રારા અનોખુ સફાઇ અભિયાન
વડાલી ટી.ડી.ઓ. શ્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા અનોખુ સફાઇ અભિયાન
પદયાત્રીઓ દ્રારા ફેકવામાં આવેલા કચરાનો યોગ્ય નિકાલ કરી રસ્તાઓ સ્વચ્છ બનાવ્યા
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ટી.ડી.ઓ.શ્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા અંબાજી જતા પદયાત્રીઓ દ્રારા રસ્તામાં ફેકવામાં આવતા કચરાને ઉપાડી માર્ગો સ્વચ્છ બનાવવાનું સુંદર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભાદરવી પૂનમના મેળા અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે ચાલીને જતા પદયાત્રીઓ દ્વારા રસ્તામાં પ્લાસ્ટીક કચરો, ફળોની છાલ વગેરે ફેંકવામાં આવે છે. જેથી આ માર્ગો કચરાના ઢગ બની રહે છે. ત્યારે વડાપ્રધાનશ્રી દ્રારા સ્વચ્છ ભારત અભિયાનને આવકારી વડાલી તાલુકા વિકાસ અધિકારી શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા રસ્તા ઉપર ફેકવામાં આવતા પ્લાસ્ટિક સહિતના અન્ય કચરાને ઉપાડવાનંબ ખુબ જ સરાહનીય કામ કરવામાં આવી રહ્યું છે આ કાર્યમાં આસપાસના વિસ્તારના લોકો, બાળકો ઉત્સાહભેર ભાગ લઈ સફાઈ અભિયાનને સફળ બનાવી રહ્યા છે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.