બાલાસિનોર છ ગામ રાણા સમાજ પ્રેરિત પથમ અપરણિત મેળા આયોજન માટે બેઠક મળી - At This Time

બાલાસિનોર છ ગામ રાણા સમાજ પ્રેરિત પથમ અપરણિત મેળા આયોજન માટે બેઠક મળી


*

*અપરણિત મેળામાં ભાગ લેવા માટે ફોર્મ મેળવવા નું સ્થળ જે તે ગામમાં બે થી ત્રણ સ્થળ (પોઇન્ટ) આપવામાં આવેલા છે ત્યાંથી ફોર્મ મેળવી અને ભરીને પરત ત્યાં જ જમા કરાવવાના રહેશે..*

*આ મેળામાં દરેક કુવારા, છૂટાછેડા લીધેલા કે વિઘુર કે વિધવા દરેક છોકરા છોકરીઓ ફોર્મ ભરીને ઉમેદવારી કરી શકે છે.*

*ઉમેદવારી ફોર્મ વિના મૂલ્યે આપવામાં આવશે પરંતુ ફોર્મ ભરનાર છોકરાઓ માટે જે કીટ (બુકલેટ) આપવા માં આવશે તેની ફી રૂપિયા ૫૦૧/- અને છોકરીઓ માટે કીટ (બુકલેટ) નિશુલ્ક (વિના મૂલ્યે) રાખવામાં આવી છે.*

*છ ગામ રાણા સમાજ પ્રથમ અપરણિત મેળા-૨૦૨૩ ને સફળ બનાવવા માટે વધુમાં વધુ છોકરા છોકરીઓના ફોર્મ ભરી અને ભરાવીને સાથસહકાર આપવા માટે છ ગામના સૌ આસામીઓને નમ્ર વિનંતી છે.*

*-----છ ગામ રાણા સમાજ-----*

*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-*
*તા. ૨૧/૦૫/૨૦૨૩, રવિવાર*
-------------------------------------
*છ ગામ રાણા સમાજ અપરણિત મેળાની કાર્યક્રમ ની તારીખ અને સમય અને સ્થળ:-*
*તા. ૪/૦૬/૨૦૨૩, રવિવાર સવારે ૯ થી ૨ કલાક સુધી રાણા સોસાયટી, ગોધરા મુકામે*
------------------------------------
*(નોંધ:- આ કાર્યક્રમ ફક્ત છ ગામ રાણા સમાજ માટે જ છે અને*
*છ ગામ નો આસામી બહારગામ (છ ગામ સિવાય બીજા ગામમાં) રહેતા હોય તો દરેક આસામીઓ એ પોતાના સગા-સંબંધી ઓનો સંપર્ક કરી કાર્યક્રમ ની માહિતી આપવા સૌને વિનંતી)*

રીપોટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.