પીસીઆર વાનમાં નોકરી અપાવવા રૃપિયા પડાવતો હોમગાર્ડ જવાન ઝડપાયો
અમદાવાદ,રવિવારઆજ સુધી હોમગાર્ડ જવાનો દ્વારા લોકો પાસેથી રૃપિયા પડાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે હવે પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં નોકરી અપાવવા માટે રૃપિયા પડાવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એસીબીએ છટકુ ગોઠવીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ રૃા.૧૦૦૦ની લાંચ લેતા હોમગાર્ડ જવાનને પકડી પાડીને બે હોમગાર્ડ જવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રૃા.૩૦૦૦ની માંગણી કરી,મોબાઇલ રેકિંડિગ આધારે એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ પકડયો આ કેસની વિગત એવી છે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરતા એક જવાન પાસે પોલીસ સ્ટેનનની પીસીઆર વાનમાં નોકરી અપવવા માટે રૃા. ૩૦૦૦ની માંગણી કરી હતી જેથી જવાને એસીબીમાં અરજી કરી હતી અને વાતચીતનું મોબાઇલ દ્વારા રેકોડિંગ કરીને એસીબીમાં આપ્યા હતા જેને લઇને એસીબીએ ગઇકાલે સાંજે છટકું ગોઠવ્યું હતું.જ્યાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રોલ કોલ વખતે નરોડા હોમગાર્ડ ડિવિઝન ૯માં નોકરી કરતા રમેશભાઇ .પી. પટેલ અને મનીષભાઇ ઉર્ફે જગાભાઇ દામોદરભાઇ મોચીએ રૃા. ૩૦૦૦ ની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૃા. ૧૦૦૦ લેતા ેએસીબીના હાથે ઝડપાયા હતા. એસીબીએ બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.