મેંદરડા પીજીવીસીએલ કચેરીનું સરકરશ્રી દ્વારા સાત મહિના પહેલા વિભાજન કર છતાં તંત્ર ધોર નિંદ્રામાં હજુ કાર્યરત કરવામાં આવેલ નથી - At This Time

મેંદરડા પીજીવીસીએલ કચેરીનું સરકરશ્રી દ્વારા સાત મહિના પહેલા વિભાજન કર છતાં તંત્ર ધોર નિંદ્રામાં હજુ કાર્યરત કરવામાં આવેલ નથી


મેંદરડા પીજીવીસીએલ કચેરીનું સરકારશ્રી દ્વારા સાત મહિના અગાઉ વિભાજન કરવા છતાં તંત્ર દ્વારા લાલિયાવેળા કરવામાં આવી રહ્યા છે

    મેંદરડા પીજીવીસીએલ કચેરીનું વિભાજન કરવા માટે છેલ્લા ૧૫-૧૭ વર્ષથી અનેક રજૂઆતો કરવામાં આવેલ હતી ત્યારબાદ માણાવદર મેંદરડા ના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા ધારદાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતા ઓક્ટોબર 2022 સુધીમાં વિભાજન કરવા માટેની લીલીજંડી આપવામાં આવેલ હતી ત્યારે સરકારશ્રી દ્વારા અને પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ એ ઉચ્ચકક્ષાએથી તાબડતોડ મંજૂરી આપી દીધેલ હતી અને મેંદરડા pgvcl કચેરીના વિભાજનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ હતી અને એકમાંથી બે ઓફિસ કરવા માટે સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવેલ હતી તેમજ હાલની કચેરીની બાજુમાં બીજી નવી કચેરીનું કામ પણ પૂર્ણ થયેલ હોવા છતાં હજુ સુધી બીજી કચેરી કાર્યરત કરવામાં આવેલ નથી

બીજી કચેરીની મંજૂરી આપવાના સાત સાત મહિના થવા છતાં નવું સબ ડિવિઝન કાર્યરત કરવા તંત્ર દ્વારા લાલિયા વેળા કરવામાં આવી રહ્યા છે

         મેંદરડા પીજીવીસીએલ કચેરી હેઠળ મેંદરડા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના ૪૭ કરતાં પણ વધારે ગામડાઓનો સમાવેશ થાય છે જેમાં ગ્રાહકોની સંખ્યા ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) પણ વધારે નોંધાયેલ છે અને મેંદરડા ઓફિસ હેઠળ અંદાજિત ૫૫ થી ૬૦ ફીડરો આવેલા છે તેમજ ૧૧ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશન અંદાજિત ૮૦૦૦ ટ્રાન્સફોર્મ આપે ૧૪૦૦ કી.મી. એચ.ડી લાઈન અને ૧૦૦૦ કી.મી એલ.ટી.લાઈન નો સમાવેશ થાય છે તેમજ વધુમાં મેંદરડા કચેરી હદનો વિસ્તાર ૫૦૦ કી.મી કરતા પણ વધારે હોય જેથી કચેરીની કામગીરીના પ્રમાણમાં સ્ટાફ તથા વાહનો  પૂરતા પ્રમાણમાં ન હોય અને વિસ્તારના પ્રમાણમાં કચેરીની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે

          અધૂરામાં પૂરું વળી મેંદરડા તાલુકામાં બીજા ત્રણ ગામો એટલે કે ગીર સોમનાથ જિલ્લો બન્યા બાદ તાલાલા તાલુકાના સાસણગીર હરીપુર ભાલછેલ સહિતના ગામોને મેંદરડા તાલુકા હેઠળ સમાવેશ કરવામાં આવતા તેના પણ વીજ ગ્રાહકો નવા વિભાગમાં ઉમેરવાના હોય જેથી ગ્રાહકો ટ્રાન્સફોર્મની સંખ્યા તેમજ ભારે દબાણ અને હળવા દબાણ ની વીજ લાઈનમાં વધારો થયેલ હોય ખેડૂતોને સૌથી વધુ પ્રમાણમાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અનેક લોકો મુશ્કેલ નો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અને ઉચ્ચકક્ષાએથી તાત્કાલિક ધોરણે પ્રજાલક્ષી નિર્ણયો કરી મેંદરડા પીજીવીસીએલ કચેરીનું સંપૂર્ણ વિભાજન કરી બે ઓફિસો કાર્યરત કરવામાં આવે તેવી લોકોમાંથી માંગણી ઉઠવા પામેલ છે

  રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા

9924390305


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.