આજે શિહોર ના વડલા ચોકખાતે ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાનુ પૂતળા દહન કરવામાં આવ્યું.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા
સિહોર ખાતે રાજપૂત સમાજ સામેના એક નિવેદન લઈ
કારડીયા રાજપૂત સમાજ રોષે ભરાયો છે.જેમાં રાજપૂત
સમાજના અને સિહોર તાલુકા ભાજપ સંગઠન ના મહામંત્રી
વિજયસિંહ ચુડાસમા થોડા દિવસો પૂર્વે સમાજના એક કાર્યક્રમ
હાજર હોય ત્યારે જ ભાજપ સંગઠન ની મિટિંગ માં ભાવનગર
જિલ્લા ભાજપ પ્રમુખે તે હાજર કેમ નથી અને સમાજ મોટો કે
ભાજપ એમ કહી જે રીતે રાજપૂત સમાજ ની લાગણી દુભાવી
છે જેને લઈ રાજપૂત સમાજના લોકો એ આજે સિહોર ખાતે
જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા નું પૂતળાદહન કરીને
ભારે રોષે ભરાયેલા રાજપૂત સમાજે જિલ્લા પ્રમુખ
જાહેરમાં માફી માંગે અને સી.આર.પાટીલ બેફામ બનેલા
ભાવનગર જિલ્લા પ્રમુખ ને હોદ્દા પરથી દૂર કરે તેવી માંગ કરી
હતી.જો હોદ્દા પરથી તેને નહિ હટાવવામાં આવે તો આગામી
દિવસોમાં સમાજના ભારે રોષનો સામનો કરવાની ચીમકી પણ
સમાજના આગેવાનો એ ઉચ્ચારી છે સમગ્ર ઘટના એવી છે ગત
રવિવારે ભાજપની બેઠકમાં તાલુકાનાં મહામંત્રીની ગેરહાજરી
જોઈ ભાજપના ભાવનગર જિલ્લા પ્રમુખે આકરા શબ્દોમાં ત્યાં
હાજર લોકોને સવાલ પૂછ્યો હતો કે, “ભાજપમોટો કે કારડીયા
રાજપૂત સમાજ?” આ વાતચીતનો ઓડિયો વાયરલ થતાં
સમગ્ર કારડીયા રાજપૂત સમાજના લોકો ભારે નારાજ થયા છે
આમતો ગઈકાલે રાત્રિથી સોશ્યલ મીડિયામાં રોષ ફાટી
નીકળ્યો છે આજે કારડીયા રાજપૂત સમાજની બેઠક ઉપરાંત વડલા ચોક ખાતે જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા નું પૂતળા દહન કરવામાં આવ્યું અને રાજીનામાની માંગ કરી છે સમગ્ર ઘટના મામલે જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે રીપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.