ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મુકેશ પરમારે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ બોટાદ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર હોય તેના અડતાલીસ કલાક અગાઉથી તેમજ મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ હોય તેનાં આગળનાં દિવસથી મતગણતરી દિવસ સુધી “ડ્રાય ડે” જળવાઇ રહે તે માટે લાયસન્સ ધરાવતા કોઇપણ કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ વગેરે દ્વારા ઉપયુક્ત દિવસોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.