જિલ્લા સમાહર્તા શ્રી ની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈ*
*જિલ્લા સમાહર્તા શ્રી ની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈ*
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન વર્ષ 2023 અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જળસંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2023 અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ મંજૂર થયેલા કામો, જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગ દ્વારા રજૂ થયેલ વધારાના કામોની મંજૂરી આપવામાં આવી. જળ સંચય અભિયાન 2023 અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા સમાહર્તા દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જળસંચન અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવા, નહેરો, તળાવ, નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી, તળાવની સફાઈ, નદી પુનર્જીવીત કરવી જેવા જિલ્લામાં જુદા જુદા કુલ ૪૫ કામો મંજૂર થયેલા છે. આ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ જિલ્લામાં જળસંચય થકી ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે જળ સંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલા કામોની વિગત
હિંમતનગરમાં ૧૭, ખેડબ્રહ્મામાં ૬, પોશીનામાં ૧૨, તલોદમાં ૬ વડાલીમાં ૧ અને વિજયનગર તાલુકામાં ૩ એમ કુલ ૪૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.