તારે જીવરાજ પાર્કમાં ચા વેચવાની નથી" કહીને રાજકોટમાં ચાના ધંધાર્થીને બે શખ્સોએ ફડાકાવાળી કરી - At This Time

તારે જીવરાજ પાર્કમાં ચા વેચવાની નથી” કહીને રાજકોટમાં ચાના ધંધાર્થીને બે શખ્સોએ ફડાકાવાળી કરી


શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બે ઈસમોએ ચાના ધંધાર્થીને ચા અહીંયા વેંચવા નહીં આવવાનું કરીને ઢોર માર માર્યો હતો. હાલ બંને આરોપી પોલીસ સંકજામાં છે. પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં સામાન્ય બાબતે મામલો એટલો ઉગ્ર બની જાય છે કે વાત મારામારી સુધી પહોંચતા પણ વાર ન લાગે. દૈનિક શહેરમાં મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે. એવામાં રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. ચાના ધંધાર્થી ભોળાભાઈ મેરાભાઈ ગમારા (ઉં.22 વર્ષ) નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ નવી બનતી બાંધકામ સાઈટ પર ચા વેંચવા જતાં હતાં. આ પ્રકારની સામાન્ય બાબતનો ખાર રાખી બે ઇસમ રાહુલ ટોયટા અને તેનો ભાઈ રાહુલ વકાતરએ તારે જીવરાજ પાર્કમાં ચા વેચવાની નથી કહીને બોલાચાલી કરી ગાળો ભાંડી, ફડકાવાલી કરવામાં આવી હતી. જોકે બાદમાં સમાધાન માટે ફરી સ્પીડવેલ પાર્ટીપ્લોટ નજીક નાગદાન ટી સ્ટોલની સામે બોલાવીને રાહુલ વકાતરે નામના ઈસમે ગાળો આપી અને રાહુલ ટોયટાએ લાકડીથી માર માર્યો હતો. બંને શખ્સ સામે પોલીસે કલમ 323, 504, 114 તથા જી.પી.એક્ટ 135 હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.