એકતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત 3 જો રક્તદાન કેમ્પ - At This Time

એકતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત 3 જો રક્તદાન કેમ્પ


કાસીમ ભાઈ સમા ના ભગીરથ પુરુષાર્થ થી
અગાવ 26 જાન્યુઆરી 2014 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ સરકારી હોસ્પિટલ જૂનાગઢ ની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 40 થી વધુ બોટલો થેલેસેમીયા પીડિત બાળકો માટે બોટલો દાન આપવામાં આવ્યું હતું..

બીજો રક્ત દાન કેમ્પ

બીજો રક્તદાન કેમ્પ 3 જુલાઈ 2022 ના રોજ કરવામાં આવ્યો જેમાં શ્રી રામ બ્લડ બેંક ના સહયોગથી 103 બોટલો એકઠી કરવામાં આવી જેની સામે આ બ્લડ બેંક દ્વારા 170 થી વધુ બોટલો માંગરોળ ની વિવિધ હોસ્પિટલોમાં એડમિટ દર્દીઓ ને આપવામાં આવી..

માંગરોળ તાલુકાના 2 દર્દીઓ બ્લડ કેન્સર થી પીડિત છે તેમને દર મહીને 20 થી વધુ રક્તકણો પ્લેટનેટ કાઉન્ટ ની જરૂરીયાત રહે છે જે પણ બ્લડ બેંક દ્વારા પુરી પાડવામાં આવે છે..

જ્યારે પણ માંગરોળ તેમજ આસપાસના લોકોને બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે બ્લડ બેંક દ્વારા બ્લડ જમા કરાવ્યા વિના બ્લડ આપી દેવામાં આવે છે...

રક્તદાન (ખૂન) ની કિંમત એવા લોકોને જ ખબર હોય છે જેમના પરિવારમાં જ્યારે જરૂર પડે છે..

આવો આપણે સૌ સાથે મળી, બીજા ના જીવનમાં અંજવાળુ કરીએ, રક્તદાન કરીએ..

તા.12.02.2023 રવિવાર
સમય સવારે 9 થી બપોરે 4
ઘાંચી સ્વંય સેવક સંઘ, ન્યુ બસસ્ટેશન માંગરોળ
9033303320, 9409615308

એકતા ફાઉન્ડેશન માંગરોળ

સંકલન કાસીમ ભાઈ સમા
રિપોર્ટર સુદીપ ગઢિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.