વિસાવદર વિ.હિ.પ. તથા બજરંગદળ આયોજિત જિલ્લા હિત ચિંતક બેઠક સંપન્ન*.
વિસાવદર વિ.હિ.પ. તથા બજરંગદળ આયોજિત જિલ્લા હિત ચિંતક બેઠક સંપન્ન
તા.૨૮-૮ ના રોજ વિસાવદર આર્યસમાજ ખાતે વિહીપ અને બજરંગદળ આયોજિત જિલ્લાના વિસાવદર, માણાવદર, વંથલી, ભેસાણ તાલુકા વિહીપ અધ્યક્ષ, બજરંગદળ સંયોજક, તથા તાલુકાના તમામ હોદ્દેદારોની ષષ્ઠી પૂરતી કાર્યક્રમ અંતર્ગત આગામી સમયમાં સંગઠન મજબૂત બનાવવાના હેતુસભર એક જિલ્લા હિત ચિંતક બેઠકનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળના મુકુંદસ્વામી તથા મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરેલ. બાદ કૌશિક ગજેરાએ ઉપસ્થિત મહાનુભવોના પરિચય સાથે શાબ્દિક સ્વાગત કરેલ
ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો હિરેનભાઈ રૂપારેલીયા (જુનાગઢ મહાનગર મંત્રી), ભુપતભાઈ ગોવાણી (સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી), જીગ્નેશભાઈ આજકિયા (બજરંગ દળ જિલ્લા સંયોજક), ભાસ્કરભાઈ તથા મુકુંદસ્વામી એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે વિહીપ તથા બજરંગદળના પ્રખંડ તથા ખંડ સમિતિના સભ્યોએ ગ્રામ્ય કક્ષાએ કઈ રીતે હિન્દુ ધર્મનો પ્રચાર, પ્રસાર કરવો, ગ્રુપ વાઈઝ સમિતિઓ બનાવી, હિન્દુ સંગઠનની વાતોને જન જન સુધી પહોંચાડી એક સંગઠન રૂપી નવું માળખું તૈયાર કરવાનું. કારણ આપણે અનુસાશિત કાર્યકરો છીએ. સફળ સંગઠન બનાવવા નાનામાં નાની બાબતોને લક્ષ આપવું પડશે. પ્રખંડમાં મંડલ વાઇઝ સમિતિની રચના કરી નવા સમયને ઓળખી અને કામ કરવા અનુરોધ કરેલ. જેવી અનેકવિધ હિંદુ ધર્મને સ્પર્શતી બાબતોની વિગતવાર વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ.
ત્યારબાદ હિરેનભાઈ રૂપારેલીયાએ શૌર્ય ગીત એવા વિજય ગીતનું જોમ અને જુસ્સા સાથે સમૂહ ગાન કરાવેલ. બાદ તાલુકા વિહીપ અધ્યક્ષ દિવ્યેશ વિકમાએ તાલુકા પ્રખંડના નવા વરાયેલા હોદ્દેદારોની ઓળખ કરાવી.
ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદભાઈ ગોંડલીયા, બજરંગ દળ સંયોજક કુણાલભાઈ વિકમા,આર્ય સમાજના મંત્રી ચંદ્રકાંતભાઈ ચૌહાણ, પત્રકાર હરેશભાઈ મહેતા, અમિત હિરપરા તથા વિહીપ અને બજરંગ દળના હોદ્દેદારો, દુર્ગા સમિતિની યુવા બહેનો ઉપસ્થિત રહેલ. અંતમાં વરિષ્ઠ પત્રકાર સી.વી. જોશીએ ઉપસ્થિત મહાનુભવોનો આભાર વ્યક્ત કરેલ
રિપોર્ટર હરેશ મહેતા
સીવીજોશી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.