ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે જંગલી જાનવરોનાં ધામા અનેક પશુઓનાં મારણ ગામ લોકોમાં ફફડાટ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે જંગલી જાનવરોનાં ધામા અનેક પશુઓનાં મારણ ગામ લોકોમાં ફફડાટ


તા: ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે જંગલી જાનવરોએ ધામા નાખ્યા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે ગઈકાલે રાત્રે ગામમાં સાવજો સિંહણો ઘુસી જતાં અનેક પશુઓનાં મારણ કર્યા હતાં આજથી સાત-આઠ દિવસ પહેલાં પણ સિંહ સાવજો ગામમાં ઘૂસી જતાં અનેક પશુઓનાં મારણ કર્યા હતાં જેમાં અનેક ગામડાઓ માંથી બોડીદર ગામમાં ગાય અને વાછરડાં છોડી જાય છે એવાં પણ સમાચાર જાણવા મળ્યાં હતાં અત્યારે બોડીદર ગામમાં એક મહિનો ઉપરથી સરકારશ્રીએ ફાળવેલી સ્ટ્રીક લાઈટો પણ બંધ હોવાથી અનેક બજારોમાં અંધારપટ જોવાં મળે છે

જેમાં અનેક વખત ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરવા છતાં પણ આજ સુધી આ સ્ટ્રીક લાઇટો ચાલું કરવામાં આવી નથી એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જ્યારે આ સ્ટ્રીક લાઈટ બંધ હોવાથી અનેક બાળકો ગામમાં ચાલતી દૂધની ડેરી એ પણ દૂધ લેવાં આવતાં હોય છે જ્યારે આ અંધારપટનો જાનવર ફાયદો ઉઠાવશે ??? ત્યારે માણસો ઉપર પણ આ જાનવરો પ્રહાર કરશે ત્યારે જવાબદાર કોણ હશે ??? એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવાં જંગલી જાનવરોને ગામમાં ઘૂસી જવાનો પણ એક મોકો મળે છે એવું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જેમાં ગઈકાલે રાત્રે જંગલી જાનવર એ બોડીદર ઞામમાં આંતક મચાવતાં અનેક પશુઓનાં મારણ કર્યા હતાં

જેમની જાણ ગામ લોકોએ કરતાં જંગલ ખાતા વિભાગને જાણ કરતાં હાલ 5 થી 6 પશુઓનાં મારણ કર્યા હતાં એ અમે નજર સામે નિહાળતાં આ પશુઓને મરી ઞયેલી હાલતમાં જેમને હટાવીને મરી ઞયેલી હાલતમાં જંગલ વિસ્તારમાં મૂકવામાં આવ્યાં હતાં ત્યારે ગામ લોકોની એવી માંગણી છે કે આવી જ રીતે જાનવરોનો કાયમી વસવાટ રહેશે તો ગામ લોકોમાં વધુને વધુ ફફડાટ ફેલાતો રહેશે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે તાત્કાલિક જંગલ ખાતા દ્વારા પિંજરાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને આ જંગલી જાનવરોને પકડવામાં આવે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીરગઢડા ઞીર સોમનાથ 8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.