*ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું ડિસ્પેચિંગ* - At This Time

*ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું ડિસ્પેચિંગ*


*ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું ડિસ્પેચિંગ*
---------
*શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વિવિધ ટીમ સાથે રવાના થતી ટીમને કલેક્ટરશ્રીએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું*
---------
*સખી બૂથ, દિવ્યાંગ બૂથ, યુથ બૂથ સહિતની ટીમો આગવી વેશભૂષા સાથે પોતાના મતદાન મથક ખાતે રવાના થઈ*
---------
*1299 ઈવીએમ અને 1402 વીવીપેટ સાથે વિવિધ ટીમોએ પોતાના મતદાન મથકે સુરક્ષા વચ્ચે પ્રસ્થાન કર્યું*
---------0
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે જિલ્લામાં ઉભા કરવામાં આવેલા ચાર ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે વિવિધ ટીમોને ઈ.વી.એમ. અને વી.વી.પેટ સાથે રવાના થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 1040 મતદાન મથકો માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર ખાતે વિશિષ્ટ વેશભૂષામાં ઉપસ્થિત સખી બૂથ, દિવ્યાંગ બૂથ, યુથ બૂથ સહિતની ટીમોનું ઉત્સાહવર્ધન કર્યું હતું.

કલેક્ટરશ્રીએ ઉપસ્થિત કર્મચારીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, તમે લોકોએ અત્યાર સુધી જે નિષ્ઠાથી કાર્ય કર્યુ છે. તે જ રીતે આવતીકાલે પણ કરશો તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે અને જિલ્લાનું મતદાન ચોક્કસ રીતે વધશે.

તેમણે વિવિધ મતદાન મથકો ખાતે રવાના થતી ટીમને માર્ગદર્શિત કરી ઈ.વી.એમ. ડિસ્પેચીંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું.

જિલ્લામાં 90-સોમનાથ માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, 91-તાલાલા માટે ધ પ્લાઝમા ઈન્ટરનેશનલ સ્કૂલ તાલાલા, 92-કોડિનાર માટે શ્રી શાહ એમ.એમ. હાઈસ્કૂલ કોડિનાર, અને 93-ઉના વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી શાહ એચ.ડી. હાઈસ્કૂલ ઉના ખાતેથી 1299 ઈવીએમ અને 1402 વીવીપેટનું મતદાન ટીમોને વિતરણ કરવામાં આવ્યું હતું. જે લઈને વિવિધ ટીમો સુરક્ષા બંદોબસ્ત સાથે તેમને ફાળવેલ વાહનોમાં પોતાના મતદાન મથકો માટે રવાના થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.