રાણપુર પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું. - At This Time

રાણપુર પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું.


નીલગાય સાથે અથડાઈ પલટી મારી ગયેલ કારમાં મળી આવ્યો દારૂનો જથ્થો.

રાણપુર તાલુકાના ઉમરાળા થી અલમપુર રોડ વચ્ચેની ઘટના.

સ્કોર્પીયો કાર નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે બાદ કાર નાળામાં ઉંધી ખાબકી હતી.

રાણપુર પોલીસ ઘટના સ્થળે અકસ્માતની તપાસ કરવા પહોંચતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો.

ઇંગ્લિશ દારૂની 1052 બોટલ અને 107 નંગ બિયરના ટીન મળી આવ્યો.

કાર અને એક મોબાઈલ સહિત કુલ 6,20,648 નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત.

વાહનચાલક અકસ્માત બાદ ફરાર થયો હતો.

ત્યારે રાણપુર પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં નીલગાય નું ઘટના સ્થળે મોત નીપજ્યું.

રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસની ચેકીંગ અને પેટ્રોલીંગની વાતો સૂફીયાણી સાબિત થઈ.

જો અકસ્માત ન થયો હોત તો દારૂનું કટિંગ થઈ જાત અને પોલીસ ઊંઘતી જ રહી જાત.

ત્યારે હવે દારૂનો જથ્થો કોનો હતો ક્યાંથી આવ્યો ક્યાં લઈ જવાતો હતો તેવી બાબતનો તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image