"સા વિદ્યા યા વિમુક્તયે" શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે વિના મૂલ્યે તાલીમ વર્ગ નો પ્રારંભ - At This Time

“સા વિદ્યા યા વિમુક્તયે” શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે વિના મૂલ્યે તાલીમ વર્ગ નો પ્રારંભ


"સા વિદ્યા યા વિમુક્તયે" શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે વિના મૂલ્યે તાલીમ વર્ગ નો પ્રારંભ

દામનગર. શેક્ષણિક સંસ્થા ઓની કાયા પલટ માટે પ્રસિદ્ધ લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા તાલુકાની તમામ શાળાના વહીવટી પ્રશ્ન ના ઉકેલ માટે જાણીતા છે પારદર્શિતા કુશળ કર્મચારી ઉપરાંત શેક્ષણિક સંસ્થા ઓના લોકભાગીદારી નવીનીકરણ ના ઉમદા કાર્યો કરી રહેલ શિક્ષણાધિકારી અધેરા દ્વારા દરેક સમાજ ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે માર્ગદર્શક બની વિના મૂલ્યે સેવા આપતા રહે છે હવે થી આ સેવા વિસ્તૃત બની લાઠી શહેર માં શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા તા.૦૧/૦૩/૨૩ થી રોજ સાંજ ના ૬-૧૦ થી ૭-૧૦ દરમ્યાન વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરિક્ષાર્થી વિદ્યાર્થી માટે તાલીમ વર્ગ નો પ્રારંભ કરતા સર્વત્ર ખુશી વ્યાપી જવા પામી છે "સા વિદ્યા યા વિમુક્તયે" સૂત્ર ને ખરા રૂપે સાર્થક બનાવતા ગોપાલ અધેરા ઉપર ઠેર ઠેર થી શુભેચ્છા સાથે અભિનંદન વર્ષા કરતા સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.