અગ્નિપથ સ્કીમ પર સ્ટે મૂકવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇનકાર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫દિલ્હી હાઇકોર્ટે સંરક્ષણ દળોમાં ભરતી માટેની કેન્દ્રની
અગ્નિપથ સ્કીમ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે આ સ્કીમને પડકારતી
અરજીઓના સંદર્ભમાં કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ સતીષ ચંદ્રા શર્મા અને ન્યાયમૂર્તિ
સુબ્રમણ્યમ પ્રસાદે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને સ્કીમને પડકારતી અરજીઓ અને ભરતીય
પ્રક્રિયાન પડતારતી અરજીઓ બંને માટે અલગ અલગ જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. અરજકર્તાઓના વકીલો પૈકીના એક વકીલે માગ કરી હતી કે જ્યાં
સુધી સુનાવણી પૂર્ણ થઇ જતી નથી ત્યાં સુધી આ સ્કીમ દ્વારા ચાલી રહલી ભરતી
પ્રક્રિયા પર સ્ટે મૂકવામાં આવે.જો કે કોર્ટે ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂકવાનો ઇનકાર કરતા
જણાવ્યું હતું કે હાલમાં કોઇ વચગાળાનો આદેશ આપવો શક્ય નથી. સુનાવણી પૂર્ણ થયા પછી
જ અંતિમ આદેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૧૪ જૂને અગ્નિપથ સ્કીમની
જાહેરાત કરી હતી. જેમાં ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષના યુવાનોની ચાર વર્ષ માટ ભરતી કરવામાં
આવશે. ચાર વર્ષ પછી ૨૫ ટકા યુવાનોને વધુ ૧૫ વર્ષ માટે પસંદગી કરવામાં આવશે. ૨૦૨૨
માટે મહત્તમ ઉંમર ૨૩ વર્ષ રાખવામાં આવી છે.૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.